શોધખોળ કરો

IND vs BAN: અંતિમ વનડેમાં આવતીકાલે બાંગ્લાદેશ સામે ટકરાશે ટીમ ઇન્ડિયા, જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ

આવતીકાલની ત્રીજી અને અંતિમ વનડે એકબાજુ ભારતીય ટીમ માટે માત્ર ઔપચારિક બની રહેશે,

India vs Bangladesh Live Streaming Details: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની અંતિમ વનડે મેચ આવતીકાલે 10 ડિસેમ્બરે રમાશે, આ સીરીઝમાં બાંગ્લાદેશ 2-0 ની અજય લીડ બનાવી ચૂક્યુ છે. બન્ને ટીમો સીરીઝની છેલ્લી વનડે મેચ ચટગ્રામના મેદાનમાં રમવા માટે ઉતરશે. 

આવતીકાલની ત્રીજી અને અંતિમ વનડે એકબાજુ ભારતીય ટીમ માટે માત્ર ઔપચારિક બની રહેશે, ટીમ ઇન્ડિયા જીત સાથે સીરીઝની પુરી કરવા ઇચ્છશે તો, વળી બાંગ્લાદેશ ત્રીજી વનડેમાં જીત સાથે ભારતને ક્લિન સ્વિપ કરવાની કોશિશ કરશે. જાણો સીરીઝની ત્રીજી અને અંતિમ વનડે ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ........ 

અંતિમ વનડે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ - 
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે, અને આવતીકાલે ત્રીજી વનડે મેચ રમાશે. છેલ્લી મેચ 10 ડિસેમ્બર, શનિવારે ભારતીય સમયાનુસર સવારે 11:30 વાગ્યાથી શરૂ થશે. 

આ સીરીઝનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થઈ રહ્યું છે. સોની સ્પોર્ટ્સ ટેનની વિવિધ ચેનલો પર લાઈવ મેચ જોવા મળશે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે. વળી, ક્રિકેટ ફેન્સ આ મેચનો આનંદ ડીડી સ્પૉર્ટ્સ પરથી પણ લઇ શકે છે. આ ઉપરાંત તમે જિઓ ટીવી પરથી પણ મેચ જોઇ શકો છો.

બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમ

ભારતની વનડે ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ.

બાંગ્લાદેશની વનડે ટીમ - 
નજમૂલ હુસૈન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસેન, મહામુદ્દુલ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, અનામુલ હક (વિકેટકીપર), લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), મુશફિકૂર રહીમ (વિકેટકીપર), નુરુલ હસન (વિકેટકીપર), ઇબાદત હુસેન, હસન મહેમૂદ, મુસ્તફિજૂર રહેમાન, નાસમ અહેમદ, તસ્કીન અહેમદ. 

રોહિત, કુલદીપ, દીપક મુંબઈ પરત ફરશે

પરંતુ હવે સિરીઝની ત્રીજી વનડે 10 ડિસેમ્બરે ચટગાંવમાં રમાશે. આ પહેલા પણ ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. બીજી વનડેમાં હાર્યા બાદ કોચ રાહુલ દ્રવિડે આ અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચોક્કસપણે કુલદીપ, દીપક અને રોહિત આગામી મેચમાં રમી શકશે નહીં. કુલદીપ અને દીપક શ્રેણીમાંથી બહાર છે. રોહિત આગામી મેચ પણ રમી શકશે નહીં.

કોચ દ્રવિડે કહ્યું હતું કે તે મુંબઈ પરત ફરશે , જ્યાં નિષ્ણાતો તેની તપાસ કરશે. આ પછી જ ખબર પડશે કે તે ટેસ્ટ શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે કે નહીં. પરંતુ આ ત્રણેય સિરીઝની છેલ્લી વનડે રમી શકશે નહીં તે નિશ્ચિત છે.

વાસ્તવમાં રોહિતને આ ઈજા બાંગ્લાદેશની ઈનિંગ દરમિયાન બીજી ઓવરમાં જ થઈ હતી. આ ઓવર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે કરી હતી. રોહિત બીજી સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ઓવરના ચોથા બોલ પર અનામુલ હકનો કેચ પકડવા જતા રોહિતને બોલ વાગતાં તેના ડાબા હાથના અંગૂઠામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટ્વિટ કર્યું કે BCCI મેડિકલ ટીમ તેની ઈજાની તપાસ કરી રહી છે. તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે કુલદીપ સેનને પીઠની સમસ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget