(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG: સચિન, દ્રવિડ જેવા દિગ્ગજોના લિસ્ટમાં સામેલ થયો હિટમેન, કર્યો વધુ એક મોટો કમાલ
IND vs ENG: રોહિત શર્માએ આ મામલે પૂર્વ કેપ્ટન ગાંગુલી અને અઝહરુદ્દીનને પાછળ રાખ્યા છે. ગાંગુલીએ 400, અઝહરુદ્દીને 434 ઈનિંગ લીધી હતી. જ્યારે રોહિતે 371મી ઈનિંગમાં આ સિદ્ધી મેળવી હતી,
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની સીરિઝનો ચોથો મુકાબલો ઓવલમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ભારતીય ઓપનર રોહિત શર્માએ ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 હજાર રન બનાવનારા ખેલાડીના લિસ્ટમાં સામેલ થયો હતો. આ સિદ્ધી મેળવનારો તે ભારતનો આઠમો ખેલાડી બન્યો હતો. આ ખાસ ઉપલબ્ધિ બાદ તેનું નામ સચિન, દ્રવિડ, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોનીસ વીરેન્દ્ર સેહવાગ અને મોહમ્મદ અઝહરુદ્દીનના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.
રોહિત શર્માએ આ મામલે પૂર્વ કેપ્ટન ગાંગુલી અને અઝહરુદ્દીનને પાછળ રાખ્યા છે. ગાંગુલીએ 400, અઝહરુદ્દીને 434 ઈનિંગ લીધી હતી. જ્યારે રોહિતે 371મી ઈનિંગમાં આ સિદ્ધી મેળવી હતી,
રોહિત શર્માએ વર્ષ 2007માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. જોકે, રોહિત શર્માને તેની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં કોઈ સફળતા મળી ન હતી. પરંતુ 2013માં ઓપનર બન્યા બાદ રોહિત શર્માએ ક્યારેય પાછું વળીને જોયું નથી. રોહિત શર્માની ગણતરી વર્તમાન સમયના પાંચ શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે.
રોહિત શર્મા હાલમાં વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી બાદ શ્રેષ્ઠ બેટ્સમેન છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 227 વનડેમાં 49 ની સરેરાશથી 9205 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ 42 મેચમાં 46ની સરેરાશથી 2909 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 111 ટી 20 મેચમાં 2864 રન બનાવ્યા છે.
ટેસ્ટમાં પણ ઉત્તમ પ્રદર્શન
રોહિત શર્માને 2019 માં ટેસ્ટ મેચમાં ઓપનિંગની જવાબદારી આપવામાં આવી હતી. રોહિત શર્માએ ટીમ મેનેજમેન્ટના નિર્ણયને સાચો સાબિત કર્યો. રોહિત શર્મા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર વન ઓપનર છે. તાજેતરમાં, રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગમાં ટોચના પાંચ બેટ્સમેનોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
રોહિત શર્મા હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીથી ઉપર છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર રોહિત શર્મા બીજા ક્રમે છે.
ચોથી ટેસ્ટના બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયા હજુ 56 રન પાછળ
ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે ભારતે બીજી ઇનિંગમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 43 રન બનાવી લીધા છે. લોકેશ રાહુલ 22 અને રોહિત શર્મા 20 રને રમતમાં હતા. ટીમ ઇન્ડિયા હજુ 56 રન પાછળ છે. આ અગાઉ પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડની ટીમ 290 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને તેણે 99 રનની લીડ મેળવી હતી.