શોધખોળ કરો
Advertisement
INDvsNZ: ભારતનો વનડે સીરીઝમાં વ્હાઇટ વૉશ, ન્યૂઝીલેન્ડે 3-0થી હરાવ્યું
અંતિમ વનડે ન્યૂઝીલેન્ડના માઉન્ટ માઉન્ગાનુઇના બે-ઓવલ મેદાન પર રમાઇ રહી છે. ભારતીય ટીમ પ્રથમ બે વનડે હારી ચૂકી છે, જ્યારે કિવી ટીમ સીરીઝ જીતી ચૂકી છે, જેથી આજની મેચ માત્ર ઔપચારિક છે
નવી દિલ્હીઃ ત્રણ મેચોની વનડે સીરીઝમાં કિવી ટીમે ભારતીયી ટીમને 3-0થી હરાવીને ટી20 સીરીઝનો હિસાબ સરભર કર્યો હતો. ત્રીજી અને અંતિમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 5 વિકેટથી હાર આપી હતી. 14 વર્ષ બાદ ભારતીય ટીમનો દ્વીપક્ષીય વનડે સીરીઝમાં વ્હાઇટ વૉશ થયો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની આજે ત્રીજી વનડે રમાઇ હતી, ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 296 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. ત્રીજી અને અંતિમ વનડેમાં કિવી ટીમને જીતવા માટે ટીમ ઇન્ડિયાએ 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને 47.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલે 112 રન, શ્રેયસ અય્યર 62, મનિષ પાંડે 42 અને પૃથ્વી શૉએ 40 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. જોકે ફરી એકવાર કેપ્ટન કોહલી નિષ્ફળ રહ્યો હતો.
કિવી ટીમ તરફથી હેમિશ બેન્નેટે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે જેમિસન અને નીશામને 1-1 વિકેટ મળી હતી.
32મી ઓવર... બેનેટના પાંચમાં બૉલ પર બે રન લઇને રાહુલે પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ, તેને 66 બૉલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા, રાહુલે આ સીરીઝમાં બીજી ફિફ્ટી બનાવી છે.
26મી ઓવર.... જેમીસનને ચોથા અને પાંચમાં સળંગ બે બૉલ પર બે ચોગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પુરી કરી હતી. અય્યરે 52 બૉલમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા.Another half-century for @klrahul11 on this tour ????
His 8th FIFTY in ODIs.#NZvIND pic.twitter.com/MKzLGfF6zj — BCCI (@BCCI) February 11, 2020
ભારતને પ્રથમ ઝટકો મયંકનો લાગ્યો છે, ઓપનર મયંક અગ્રવાલ ફક્ત 1 રન બનાવીને જેમિસનના બૉલ પર બૉલ્ડ થયો છે. કેપ્ટન કોહલી 9 રન બનાવીને બેન્નેટેની બૉલિંગમાં જેમિસનના હાથમાં કેચ આપી બેઠો, ભારતને બીજો મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમને મોટો ઝટકો, પૃથ્વી શૉ 40 રન બનાવીને રનઆઉટ થયો, પૃથ્વીએ તાબડતોડ બેટિંગ કરતાં 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જેમ્સ નીશામે શ્રેયસ અય્યરને 62 રનના અંગત સ્કૉરે ડી ગ્રાન્ડહૉમના હાથમાં ઝીલાવી દીધો હતો. હેમિશ બેનેટે કિવી ટીમને સળંગ બે વિકેટ અપાવી હતી, 47મી ઓવરમાં ચોથા બૉલ પર લોકેશ રાહુલ (112 રન) અને મનિષ પાંડે (42)ને આઉટ કર્યા હતા.FIFTY!
Shreyas Iyer's great run of form in the ODIs continues. Brings up his 8th ODI half-century off 52 deliveries ????????#NZvIND pic.twitter.com/UmbxbqQ6tU — BCCI (@BCCI) February 11, 2020
બન્ને દેશોની વનડે ટીમો ભારતીય ટીમઃ પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, મનિષ પાંડે, લોકેશ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ. ન્યૂઝીલેન્ડની ટીમઃ માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમસ (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ (વિકેટકીપર), જેમ્સ નીશામ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી. કાયલે જેમીસન, હેમિસ બેન્નેટ.India lose two quick wickets and are 56/2 after the end of 10 overs in the 3rd ODI at Tauranga.#NZvIND pic.twitter.com/A3xD9osX7A
— BCCI (@BCCI) February 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement