IND vs NZ 2nd Test Day 2 LIVE: ટીમ ઇન્ડિયા 156 રનમાં ઓલઆઉટ, રોહિત-કોહલીએ કર્યા નિરાશ
ન્યૂઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સાત વિકેટ ઝડપી હતી

Background
India vs New Zealand 2nd Test Day 2 LIVE: ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે (25 ઓક્ટોબર) મેચનો બીજો દિવસ છે. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સાત વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે પ્રથમ દિવસની (24 ઓક્ટોબર) રમતના અંત સુધી એક વિકેટના નુકસાને 16 રન બનાવ્યા હતા.
IND vs NZ 2nd Test Day 2 Live: લંચ બ્રેક સુધી ભારતે 107 રન બનાવ્યા
લંચ બ્રેક સુધી ભારતે 38 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 11 રન બનાવીને અણનમ છે. વોશિંગ્ટન સુંદર 2 રન બનાવીને અણનમ છે. ન્યુઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે 4 વિકેટ ઝડપી હતી. તેણે 16 ઓવરમાં 36 રન આપ્યા છે. ગ્લેન ફિલિપ્સે 2 વિકેટ લીધી હતી. ટિમ સાઉથીને એક સફળતા મળી છે.
IND vs NZ 2nd Test Day 2 Live: ટીમ ઈન્ડિયાને ચોથો ફટકો, યશસ્વી આઉટ
ભારતે ચોથી વિકેટ ગુમાવી દીધી છે. યશસ્વી જયસ્વાલ 60 બોલમાં 30 રન કરીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ગ્લેન ફિલિપ્સે યશસ્વીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 27 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા છે.




















