IND vs SA Score Live: પ્રથમ ટી-20માં ટીમ ઇન્ડિયાનો વિજય, સૂર્યકુમારની તોફાની બેટિંગ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 મેચોની સિરીઝ આજથી શરૂ થવા જઈ રહી છે

Background
IND vs SA 1st T20 Live: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 મેચોની સિરીઝ આજથી શરૂ થવા જઈ રહી છે. આવતા મહિને ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટી20 શ્રેણી છે. વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં પોતાના દરેક શ્રેષ્ઠ કોમ્બિનેશનનો ઉપયોગ કરવા ઈચ્છશે.
ભારતનો આઠ વિકેટે વિજય
તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 106 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં આસાનીથી લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ભારતને 107 રનનો ટાર્ગેટ મળ્યો
ભારતને જીતવા માટે 107 રન બનાવવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. મહારાજે 41 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલને બે અને દીપક ચહરને પણ બે વિકેટ મળી હતી.




















