આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે રમાશે, ટીમમાં આ ચાર ફેરફાર થઇ શકે છે
ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની વન-ડે સીરિઝ 2-0થી જીત મેળવી લીધી છે. આવતીકાલે ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રમાશે.
કોલંબોઃ ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની વન-ડે સીરિઝ 2-0થી જીત મેળવી લીધી છે. આવતીકાલે ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રમાશે. દ્રવિડ અને શિખર ધવનની જોડીએ શ્રીલંકા પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકા વિરુદ્ધ 2-0ની અજેય લીડ મેળવી લીધી હતી. દેવદત્ત પડીક્કલ, નીતિશ રાણા, ચેતન સાકરિયા અને વરુણ ચક્રવર્તીને ત્રીજી વન-ડેમાં તક મળી શકે છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન-ડે મેચ આવતીકાલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. વન-ડે મેચ ભારતીય સમયાનુસાર બપોરે ત્રણ વાગ્યે રમાશે. વન-ડે મેચનું લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાશે. તે સિવાય આ મેચનું લાઇવ પ્રસારણ ડીડી સ્પોર્ટ્સ પર પણ જોઇ શકાશે. તે સિવાય સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર પણ મેચ જોઇ શકાશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમની સીનિયર ખેલાડીઓ હાલ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમવા પહોંચ્યા છે ત્યારે શ્રીલંકામાં ભારતની યુવા ટીમ કૉચ રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ જલવો બતાવી રહી છે વનડે સીરીઝની અંતિમ અને છેલ્લી વનડે મેચ આવતીકાલે રમાશે. ભારતીય ટીમ પ્રથમ મેચો જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂકી છે. શનાકાની આગેવાની હેઠળની શ્રીલંકાની બિનઅનુભવી ટીમે ભારત સામે લડાયક દેખાવ કર્યો હતો. અલબત્ત, તેઓ બોલિંગ-ફિલ્ડિંગમાં સદંતર ફ્લોપ રહ્યા હતા. જેને સુધારવાનો તેઓ પ્રયાસ કરશે.
ભારતીય ટીમ
પૃથ્વી શૉ, શિખર ધવન (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.
શ્રીલંકન ટીમ
આવિષ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરીત અસલન્કા, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્નામન્તા ચમીરા, લક્ષન સંડાકન, કુસુન રજીતા.
વનડે સીરીઝ બાદ ટી20 સીરીઝ
વનડે સીરીઝ બાદ બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાવવાની છે. વર્લ્ડકપ પહેલા આ ટી20 સીરીઝ ભારતીય યુવા ખેલાડીઓ માટે મહત્વની છે. કેટલાક ખેલાડીઓ સારુ પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાની ટી20 સ્ક્વૉડમાં પોતાનુ નામ વર્લ્ડકપ 2021 માટે પાક્કુ કરી શકે છે.