શોધખોળ કરો
આજની અંતિમ ટી20માં વરસાદને લઇને આવ્યુ મોટુ અપડેટ, જાણો હવામાન વિશે.....
આ મેદાન પર ભારતે 2012માં ઇંગ્લેન્ડને મેચમાં 5 વિકેટથી હરાવ્યુ હતુ

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા આજે ત્રણ ટી20 મેચોની સીરીઝની અંતિમ અને ફાઇનલ ટી20 મેચ રમવા પૂણેના મેદાનમાં ઉતરશે, ગોવાહાટીની પ્રથમ ટી20માં વરસાદ વિલન બનતા મેચ ધોવાઇ ગઇ હતી, વળી બીજી ટી20 ભારતે જીતી લીધી હતી. હવે આજની ટી20માં પણ સૌની નજર હવામાન પર ટકેલી છે. જાણો શું છે પૂણેના હવામાનનો મિજાજ...... આજની મેચ જોતા પહેલા ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે, કેમકે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એશોસિએશન સ્ટેડિયમમાં ત્રીજી ટી20માં હવામાન સાફ રહેવાની સંભાવના છે. અહીં દિવસે તડકો રહેવાની પુરેપુરી સંભાવના છે, અને વરસાદ પડવાની સંભવાના ના બરાબર છે. એટલે કે આજની ફાઇનલ ટી20માં વરસાદ નહીં પડે.
નોંધનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે પૂણેના એમસીએ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમાઇ છે, ફેબ્રુઆરી 2016માં રમાયેલી મેચમાં શ્રીલંકાએ ભારતને 5 વિકેટથી હરાવ્યુ હતુ.
આ મેદાન પર ભારતે 2012માં ઇંગ્લેન્ડને મેચમાં 5 વિકેટથી હરાવ્યુ હતુ.

વધુ વાંચો