IND vs SL: આજની ટી20માં આ ઘાતક વિકેટકીપરને મળશે રમવાનો મોકો ? જાણો કોણ છે
હાલમાં ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ઇશાન કિશન છે, જ્યારે ઋષભ પંત કાર એક્સિડન્ટમાં ઘાયલ થયેલો છે, અને હવે સંજૂ સેમસન પણ ઇજાગ્રસ્ત થઇ ગયો છે
Jitesh Sharma in Team India: ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની ટી20 સીરીઝની આજે બીજી ટી20 રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમનાં મોટા ફેરફારો સંભવ છે કેમ કે, આજે રિપોર્ટ છે કે, વિકેટકીપર બેટ્સમેને સંજૂ સેમસન (Sanju Samson) ઇજાગ્રસ્ત થઇ ગયો છે, અને તેની જગ્યાએ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્મા (Jitesh Sharma)ને જગ્યા આપવામાં આવી શકે છે.
હાલમાં ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ઇશાન કિશન છે, જ્યારે ઋષભ પંત કાર એક્સિડન્ટમાં ઘાયલ થયેલો છે, અને હવે સંજૂ સેમસન પણ ઇજાગ્રસ્ત થઇ ગયો છે. હવે જોવાનું એ રહ્યું કે આજે બીજી ટી20માં શ્રીલંકા સામે 29 વર્ષીય જિતેશ શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે છે કે નહીં ?
જાણો કોણ છે જિતેશ શર્મા ?
2012-13 કૂચ વિહાર ટ્રૉફીન માટે જિતેશ શર્માને વિદર્ભની સીનિયર ટીમમાં પહેલીવાર સામેલ કરવામાં આવ્યો હતો, તેને અહીં 12 ઇનિંગોમાં 537 રન ફટકાર્યા હતા, તેનુ પ્રદર્શન લાજવાબ રહ્યું હતુ. આમ ધીમે ધીમે જિતેશ શર્મા સફળતા તરફ આગળ વધ્યો હતો. માર્ચ, 2014માં તેને વિજય હજારે ટ્રૉફીમાં લિસ્ટ એ- મેચમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. આ પછી 2015-16 માં સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં તે ત્રીજો સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો હતો. આ કારણે તેને આઇપીએલ 2016ના ઓક્શનમાં મુંબઇ ઇન્ડિયન્સે ખરીદી લીધો હતો.
જોકે, જિતેશ શર્માને IPLમાં ડેબ્યૂ કરવાનો મોકો ન હતો મળ્યો, આગળ કેટલીય સિઝન સુધી તે આઇપીએલ ડેબ્યૂ ના કરી શક્યો, પરંતુ તમામ ઘરેલુ ટૂર્નામેન્ટમાં તે વિદર્ભ માટે સતત રન બનાવતો રહ્યો હતો, 2022માં પંજાબ કિંગ્સે તેને ખરીદ્યો અને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ પણ કર્યો. ગઇ સિઝનમાં આ ખેલાડીએ એક પછી એક ઘણી લાજવાબ ઇનિંગ રમી હતી.
IPL 2022માં જિતેશ શર્માએ મચાવી ધમાલ -
જિતેશે IPL 2022માં પંજાબ કિંગ્સ માટે 14 મેચોમાંથી 12 મેચો રમી અને નીચલા ક્રમમાં બેટિંગ કરતાં તેને 29.25 ની એવરેજથી રન બનાવ્યા, આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 163.64 ની રહી, તેને 22 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા. તે કોઇપણ મેચમાં ફિફ્ટી ના બનાવી શક્યો, પંરતુ તેનીત નાની ફાસ્ટ ઇનિંગે તમામનું ધ્યાન ખેંચ્યુ. આી સાથે જ તેને સ્ટમ્પની પાછળ પણ 11 શાનદાર કેચ ઝડપ્યા હતા, આમાં બે સ્ટમ્પિંગ સામેલ હતા.