IND vs ZIM 3rd T20I: ભારતે ઝિમ્બાબ્વેને જીતવા આપ્યો 183 રનનો ટાર્ગેટ, ગિલ - ગાયકવાડની તોફાની બેટિંગ
India vs Zimbawe: હાલ બંને ટીમ 1-1ની બરાબરી પર છે.
India vs Zimbabwe 3rd T20I, 1st Innings Highlights: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ પૈકીની ત્રીજી ટી20 હરારે સ્પોર્ટ્સ કબલમાં રમાઈ રહી છે, મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન શુભમન ગિલે 49 બોલમાં 66 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 28 બોલમાં 49 રન બનાવ્યા હતા. સંજુ સેમસન 7 બોલમાં 12 રન અને રિંકુ સિંહ 1 બોલમાં 1 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન સિકંદર રજાએ 24 રનમાં 2 વિકેટ અને મુઝરબનીએ 25 રનમાં 2 વિકેટ લીધી હતી.
Innings Break!
— BCCI (@BCCI) July 10, 2024
Captain @ShubmanGill top-scores with 66(49) as #TeamIndia post 182/4 in the first innings 💪
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/6q46FzzkgP
ત્રીજી ટી20માં ભારતીય પ્લેઈંગ ઈલેવનઃ યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, શુભમન ગિલ(કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન(ડબલ્યુ), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ
ઝીમ્બાબ્વેની પ્લેઈંગ ઈલેવનઃ તાદીવાનાશે મારુમણી, વેસ્લી મધેવેરે, બ્રાયન બેનેટ, ડીયોન માયર્સ, સિકંદર રઝા(કેપ્ટન), જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે(વિકેટકિપર), વેલિંગ્ટન મસાકાડઝા, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા
ત્રીજી T20 મેચ માટે કેપ્ટન ગિલે પોતાની પ્લેઈંગ-11માં 4 મોટા ફેરફાર કર્યા છે. સાઈ સુદર્શન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને મુકેશ કુમારને પડતા મૂકવામાં આવ્યા છે. તેનાં સ્થાને યશસ્વી જયસ્વાલને ઓપનર તરીકે, સંજુ સેમસનને વિકેટકીપર તરીકે, શિવમ દુબેને ઓલરાઉન્ડર તરીકે અને ખલીલ અહેમદ ફાસ્ટ બોલર તરીકે સ્થાન મળ્યું છે. આ શ્રેણીમાં પ્રથમ મેચ ઝિમ્બાબ્વેએ અને બીજી મેચ ભારતે જીતી હતી. બંને ટીમો 1-1થી શ્રેણીમાં બરાબરી પર છે. આ મેચ જીતવાથી ભારતનું પ્રભુત્વ વધી શકે એમ છે. ટીમમાં સ્થાન મળ્યા બાદ યશસ્વી અને સંજુ પોતાની મહત્તા પુરવાર કરવાનો પ્રયાસ કરશે. તો બીજી તરફ યુવા ક્રિકેટર્સ અભિષેક શર્મા અને રવિ બીશ્નોઇ ટીમમાં સ્થાન મજબૂત કરવા પ્રયાસ કરશે. ભારત પાસે આ સિરીઝમાં વિકલ્પો ઘણા વધારે હોવાથી ખેલાડીઓની ટીમમાં પસંદગી એક મોટો પડકાર બની રહેશે. જોવાનું એ રહેશે કે હવે આગામી ટી-20 વર્લ્ડકપ પહેલા ટીમ કેવી રીતે તૈયાર થાય છે અને કોણ ટીમમાં સ્થાન મજબૂત બનાવે છે.