ઇશાન કિશન જ નહીં આ તોફાની ઓપનર પણ ટી20 ડેબ્યૂમાં ફટકારી ચૂક્યો છે ફિફ્ટી, જુઓ કોણ-કોણ છે લિસ્ટમાં......
ઇશાન કિશનના રૂપમાં ટીમ ઇન્ડિયાને દમદાર ઓપનર મળી ચૂક્યો છે. એકસમયે હાલના સ્ટાર ઓપનર ગણાતા રોહિત શર્માએ પણ ઇશાન કિશનની જેમ ટી20 ડેબ્યૂમાં દમદાર ફિફ્ટી ફટકારી હતી, અને ચર્ચામાં આવી ગયો હતો
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટી20 મેચમાં ભારતીય ઓપનિંગ જોડી બદલાઇ હતી, કેએલ રાહુલની સાથે રેગ્યુલર ઓપનર રોહિત શર્માની જગ્યાએ યુવા ખેલાડી ઇશાન કિશનને મોકો આપવામા આવ્યો હતો. ઇશાન કિશન પોતાને મળેલી આ તકને બરાબરી ઝડપીને ચર્ચામાં આવી ગયો. ડેબ્યૂ ટી20માં ઇશાન કિશને દમદાર ફિફ્ટી લગાવી અને ફરી એકવાર ડેબ્યૂ ટી20 મેચમાં ફિફ્ટી લગાવનારા રોહિત શર્માની યાદ અપાવી દીધી.
ઇશાન કિશનના રૂપમાં ટીમ ઇન્ડિયાને દમદાર ઓપનર મળી ચૂક્યો છે. એકસમયે હાલના સ્ટાર ઓપનર ગણાતા રોહિત શર્માએ પણ ઇશાન કિશનની જેમ ટી20 ડેબ્યૂમાં દમદાર ફિફ્ટી ફટકારી હતી, અને ચર્ચામાં આવી ગયો હતો.
વર્ષ 2007માં ટી20 વર્લ્ડકપની મેચમાં હિટમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ડેબ્યૂ કર્યુ હતુ, ડરબન ટી20માં રોહિતે દમદાર 50 રન ફટકાર્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. મેચમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 153 રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકન ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 116 રન જ બનાવી શકી હતી. ધોનીની આગેવાની હેઠળની ટીમે 37 રન વિજય મેળવ્યો હતો. મેચમાં રોહિત શર્માને પોતાની ઇનિંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ડેબ્યૂ ટી20માં ફિફ્ટી ફટકારનારા ભારતીય બેટ્સમેનો......
અજિંક્ય રહાણે - 61 રન, ઇંગ્લેન્ડ વિરુદ્ધ, માન્ચેસ્ટર 2011
ઈશાન કિશન - 56 રન, ઇંગ્લેન્ડ વિરુદ્ધ, અમદાવાદ 2021
રોબિન ઉથપ્પા - 50 રન, પાકિસ્તાન વિરુદ્ધ, ડરબન 2007
રોહિત શર્મા - 50* રન, સાઉથ આફ્રિકા વિરુદ્ધ, ડરબન 2007