શોધખોળ કરો

Watch: જીત બાદ ધવન એન્ડ કંપનીએ મનાવ્યો જોરદાર જશ્ન, પંજાબી ગીત પર ખેલાડીઓનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

ભારતીય ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પંજાબી બૉલીવુડ સિંગર દલેર મેંહદીના જાણીતી સોન્ગ 'બોલો તા રા રા રા રા' પર જોરદાર ડાન્સ કર્યો હતો.

Indian Players Dancing: દક્ષિણ આફ્રિકા (South Africa)ની વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝમાં છેલ્લી અને નિર્ણાયક વનડેમાં ભારતીય ટીમે (Team India) 7 વિકેટથી શાનદાર જીત મેળવી, આ જીતનો એક ખાસ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેપ્ટન શિખર ધવન એન્ડ કંપની જોરદાર ડાન્સ કરીને જીતનો જશ્ન મનાવતી દેખાઇ રહી છે. અંતિમ અને ફાઇનલ વનડેમાં દક્ષિણ આફ્રિકા ટીમને માત્ર 99 રન પર ઓલઆઉટ કરી દીધી હતી, જવાબમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 7 વિકેટથી જીત મેળવી હતી, આ સાથે જ વનડે સીરીઝને 2-1થી ફતેહ કરી લીધી હતી, આ પહેલા આ પહેલા રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિઆએ દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 2-1થી હાર આપી હતી.  

ભારતીય ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પંજાબી બૉલીવુડ સિંગર દલેર મેંહદીના જાણીતી સોન્ગ 'બોલો તા રા રા રા રા' પર જોરદાર ડાન્સ કર્યો હતો. તમામ ખેલાડીઓ આ દરમિયાન એક જેવા સ્ટેપ્સ કરતા દેખાયા હતા. કેપ્ટન શિખર ધવને આ મોજ મસ્તીનો અને ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોને સોશ્યલ મીડિયા ખુબ પસંદ કરવામા આવી રહ્યો છે. 

View this post on Instagram
 
A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

ભારતીય ટીમની દક્ષિણ આફ્રિકા સામે વનડે સીરીઝમાં શાનદાર જીત -

IND vs SA: ત્રીજી વનડે 7 વિકેટથી જીતી ભારતે 2-1થી સિરીઝ પર કબ્જો કર્યો, કુલદીપ યાદવની ઘાતક બોલિંગ -

IND vs SA 3rd ODI: ભારતીય ક્રિકેટ ટીમે દિલ્હીમાં રમાયેલી વનડે સિરીઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું. આ મેચની જીત સાથે જ શિખર ધવનની કેપ્ટનશિપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને વનડે સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું અને સમગ્ર ટીમ માત્ર 99 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી અને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફ્લોપઃ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાએ 26 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને 28મી ઓવરના પ્રથમ બોલમાં 99 રનમાં ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને 34 રનનું યોગદાન આપ્યું હતું. કુલદીપ યાદવે 4.1 ઓવરમાં માત્ર 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ અને મોહમ્મદ સિરાજે પણ બે-બે વિકેટ લીધી હતી.

શ્રેયસ અય્યરે વિનિંગ સિક્સર ફટકારીઃ

સ્કોરનો પીછો કરતા ભારતે શિખર ધવનની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. જોકે, શુભમન ગિલ શાનદાર બેટિંગ કરી અને માત્ર એક રનથી તેની અડધી સદી ચૂકી ગયો હતો. ત્યાર બાદ શ્રેયસ અય્યર અને સંજુ સેમસન ક્રિઝ પર હતા ત્યારે ભારતે 19મી ઓવરના પહેલા બોલે શ્રેયસ અય્યરે વિનિંગ સિક્સર ફટકારીને જીત મેળવી લીધી હતી. આ દરમિયાન રનની વાત કરીએ તો શિખર ધવને 8 રન, શુભમન ગિલે 49 રન, ઈશાન કિશને 10 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ અય્યર 28 રન અને સંજુ સેમસન 2 રન સાથે અણનમ રહ્યા હતા.

લખનૌમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ નવ રનથી નજીકનો વિજય મેળવ્યો હતો. આ પછી રાંચીમાં રમાયેલી બીજી વનડેમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશને શાનદાર બેટિંગ કરતા ભારતને જીત અપાવી હતી. દિલ્હીમાં રમાયેલી શ્રેણીની નિર્ણાયક મેચમાં ભારતીય બોલરોની ઝલક જોવા મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Embed widget