IPL 2021 Update: IPLની બાકીની મેચોની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે, આ તારીખે રમાશે ફાઈનલ, જાણો
IPL 2021ની શરૂઆત તો ભારતમાં થઈ હતી પરંતુ ઘણાબધા ખેલાડીઓ કોરોના સંક્રમિત થતાં BCCIએ IPLને અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો. વિદેશી ખેલાડીઓને ચાર્ટર્ડ પ્લેન દ્વારા તેમના દેશમાં પરત મોકલવાની વ્યવસ્થા પણ BCCIએ કરી હતી. IPLની બાકીની મેચોની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે.

BCCIએ જણાવ્યું કે ક્રિકેટના આગામી કેલેન્ડર મુજબ 25 દિવસના સમયગાળામાં IPLની આ એડિશન પૂરી કરવી અનિવાર્ય છે એ મુજબ ઓકટોબર 15ના દિવસે ટૂર્નામેન્ટની અંતિમ મેચ એટલે કે IPLની ફાઇનલ રમાશે. હાલમાં જ થયેલી BCCIની ECB(Emirates Cricket Board) સાથેની મીટિંગમાં IPLની તારીખ નક્કી કરવામાં આવી છે.
દરેક ટીમ વિદેશી ખેલાડીઓના રમવાને લઈને અવઢવમાં છે. વિદેશી ખેલાડીઓ IPLની આ મિનિ સિઝનમાં રમશે કે નહી તે અંગે અનેક તર્ક વિતર્ક છે ત્યારે આ મુદ્દે BCCIએ જણાવ્યું કે, તેઓ દરેક દેશના ક્રિકેટ બોર્ડ સાથે સંપર્કમાં છે અને સંપૂર્ણ પ્રયાસ કરશે કે બધા જ ખેલાડીઓ IPLમાં હાજર રહે.
UAEના 3 મેદાન દુબઈ, અબુધાબી અને શારજહાંમાં IPL2021ની બાકીની મેચો રમાશે. IPL2020નું આયોજન પણ UAEમાં જ થયું હતું. દરેક ફ્રેન્ચાઇઝ હવે એ મુંજવણમાં છે કે જો તેમના વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ નહિ હોય તો એમના વિકલ્પ શું હશે? BCCIએ જણાવ્યું કે જો કોઈ દેશ તેમના ખેલાડીઓ ને મોકલવામાં વિરોધ ઉઠાવે તો એ મુજબ એ ખેલાડીઓના વિકલ્પ માટે પણ આયોજન કરવામાં આવશે.