શોધખોળ કરો
Advertisement
IPL 2020: ધોનીની આગેવાનીમાં CSKના પ્રથમ વખત થયા આવા હાલ, જાણો વિગતે
સીએસકેની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 6 પોઈન્ટ સાથે અંતિમ ક્રમ પર છે.
દુબઇઃ ઇન્ડિયન પ્રીમયિર લીગની 13મી સીઝનમાં સીએસકેના ખરાબ પ્રદર્શનનો સિલસિલો યથાવત છે. શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ મળેલ હાર બાદ સીએસકેની ટીમ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેની સાથે જ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત સીએસકેની 10 વિકેટ હાર થઈ છે.
ત્રણ વખત આઈપીએલનો ખિતાબ પોતાના નામ કરનાર સીએસકે ઈતિહાસની સૌથી સફળ ટીમ તરીકે ઓળખાય છે. પરંતુ આ સીઝનમાં અત્યાર સુધી રમાયલે 11માંથી 8 મેચ સીએસકે હારી ગઈ છે. હવે આગામી ત્રણેય મેચ સીએસકે જીતી જાય તો પણ તે પ્લે ઓફમાં નહીં પહોંચી શકે.
2008માં લીગની શરૂઆથ થયા બાદથી આ પ્રથમ વખત છે જ્યારે સીએસકેની ટીમ પ્લે ઓફમાં રમતી જોવા નહીં મળે. મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ મેચ પહેલા સુધી આઈપીએલના 13 વર્ષના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 10 વિકેટ હારનો સામનો ક્યારેય કરવો પડ્યો ન હતો.
સીએસકેની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 6 પોઈન્ટ સાથે અંતિમ ક્રમ પર છે. ટીમ માટે હવે અંતિમ પડકાર પોતાનું સન્માન બચાવવાનું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement