શોધખોળ કરો
Advertisement
IPL 2020: ક્રિસ ગેલે સાબિત કરી દીધું કે T20 ક્રિકેટમાં હજુ પણ તે મેચ વિનર છે
આઇપીએલમાં જેટલી વધારે મેચ રમાઇ રહી છે પિચ એટલી જ સ્લો થઈ જઈ રહી છે.
દુબઈઃ ક્રિસ ગેલ જ્યારથી પંજાબની ટીમમાં પર ફર્યો છે, કિંગ્સ ઇલેવન ફોર્મમાં જોવા મળી રહી છે. મંગળારે દિલ્હી વિરૂદ્ધ ભલે સ્કોર બોર્ડ પર એ બતાવતું હોય કે નિકોલસ પૂરણની હાફ સેન્ચુરી ઇનિંગ કિંગ્સ ઇલેવનની જીતમાં સૌથી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હોય, પરંતુ ખરેખ તો ક્રિસ ગેલની ઇનિંગનના જોરે જ ઇનિંગ્સમાં મોમેન્ટમ મળ્યું હતું.
165 રનની ચેઝમાં જ્યારે ફોર્મમાં ચાલે રહેલ કેપ્ટન કેએલ રાહુલ ઝડપથી પેવેલિયન પરત ફર્યો ત્યારે પંજાબનો સ્કોર હતો માત્ર 17 રન. દિલ્હીના બોલરો વિરૂદ્ધ મયંગ અગ્રવાલ અટકી ગયો હતો. એવામાં ગેલે માત્ર 13 બોલરમાં 29 રનની શાનદાર ઇનિંગ રમી અને પંજાબને પ્રથમ છ ઓવરમાં 60 રન આસપાસ પહોંચાડી દીધી.
પ્રથમ 6 ઓવર્સમાં સૌથી વધારે રન બનાવવા મહત્ત્વના
આઇપીએલમાં જેટલી વધારે મેચ રમાઇ રહી છે પિચ એટલી જ સ્લો થઈ જઈ રહી છે. એવામાં સ્ટ્રોક રમવાનું સરળ નથી અને 165 રનનો પીછો કરતા સમયે પ્રથમ 6 ઓવર્સમાં વધુમાં વધુ રન બનાવવા મહત્ત્વના હોય છે. ક્રિસ ગેલ જેવા અનુભવી બેટ્સમેનને એ વાત સારી રીતે ખબર છે કે યૂનિવર્સ બોસે એ જ અંદાજમાં દિલ્હી વિરૂદ્ધ બેટિંગ કરી.
બાદમાં નોકિલસ પુરમે શાનદાર બેટિંગ કરતા પંજાબને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેનો સાથ આપ્યો ગ્લેન મેક્સવેલે, પરંતુ ગેલની ઇનિંગે જ દુબઈમાં પંજાબને એક શાનદાર મોમેન્ટમ આપ્યું. આ પહેલા ગેલને સતત ટીમની બહાર રાખવા પર પંજાબની ટીમના કોચ અનિલ કુંબલે અને કેપ્ટન કેએલ રાહુલના નિર્ણય વર સવાર ઉઠી રહ્યા હતા. જોકે તક મળતા જ ગેલે એ સાબિત કરી બતાવ્યું કે આજે પણ તે એક મેચ વિનર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દુનિયા
Advertisement