શોધખોળ કરો
હૈદરાબાદ સામે બેંગ્લોરની 5 વિકેટથી હાર છતાં પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે યથાવત, હોલ્ડરનો ઓલરાઉન્ડર દેખાવ
મેચ જીતવા 121 રનના લક્ષ્યાંકને હૈદરાબાદની ટીમે 14.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.

(તસવીર સૌજન્યઃ આઈપીએલ ટ્વિટર)
નવી દિલ્હીઃ આઈપીએલમાં 52મો મુકાબલો આઝે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયો હતો. બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 120 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ફિલિપે 32, ડિવિલિયર્સે 24 રનનું યોગદાન આપ્યું હતું. કોહલી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો હતો અને માત્ર 8 રન બનાવી શક્યો હતો. હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા અને હોલ્ડરે 2-2 વિકેટ લીધી હતી. મેચ જીતવા 121 રનના લક્ષ્યાંકને હૈદરાબાદની ટીમે 14.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. વોર્નરે 8, સાહાએ 38, મનીષ પાંડેએ 26 રન બનાવ્યા હતા. હોલ્ડર 10 બોલમાં 26 રન ફટકારી નોટ આઉટ રહ્યો હતો. બેંગ્લોર તરફથી ચહલને 2 સફળતા મળી હતી. મેચ હારવા છતાં આરસીબી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 13 મેચમાં 7 જીત અને 6 હાર સાથે 14 પોઇન્ટ સાથે -0.145 રનરેટ સાથે આરસીબી પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.
વધુ વાંચો




















