શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રીતિ ઝિન્ટા કયા ખેલાડીને ખરીદ્યા બાદ સૌથી વધુ ખુશ દેખાઇ, જાણો કોણ છે તે ખેલાડી ને કેમ થઇ ખુશ....
હરાજીમાં શાહરૂખ ખાનની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, શાહરૂખ ખાનને પંજાબ કિંગ્સે 5.25 કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કરી લીધો. શાહરૂખ ખાનને મેળવીને પ્રીતિ ઝિન્ટા જબરદસ્ત ખુશ થઇ ગઇ હતી. તેને કહ્યું કે, અમે શાહરૂખ ખાનને મેળવી લીધો છે
નવી દિલ્હીઃ આઇપીએલની 14મી સિઝન માટે હરાજીની પ્રક્રિયા ગુરુવારે પુરી થઇ ગઇ. આ હરાજીમાં ક્રિસ મૉરિસને સૌથી વધુ 16.25 કરોડ રૂપિયામાં રાજસ્થાન રૉયલ્સે ખરીદ્યો, પરંતુ સૌથી વધુ ચર્ચા તે શાહરૂખ ખાનની થઇ રહી છે, જેને મેળવીને પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા ખુશીથી ઝૂમવા લાગી હતી.
હરાજીમાં શાહરૂખ ખાનની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, શાહરૂખ ખાનને પંજાબ કિંગ્સે 5.25 કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કરી લીધો. શાહરૂખ ખાનને મેળવીને પ્રીતિ ઝિન્ટા જબરદસ્ત ખુશ થઇ ગઇ હતી. તેને કહ્યું કે, અમે શાહરૂખ ખાનને મેળવી લીધો છે.
કોણ છે શાહરૂખ ખાન....
25 વર્ષીય શાહરૂખ ખાન તામિલનાડુનો રહેવાસી છે, શાહરૂખ ખાન મોટા શૉટ ફટકારવા માટે જાણીતો છે. ટી20 ફોર્મેટમાં નીચી ક્રમમાં બેટિંગ કરતા શાહરૂખ ખાન 200ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.
શાહરૂખ ખાન ગઇ સિઝનમાં સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં પોતાની પ્રતિભા સાબિત કર્યુ ચૂક્યો છે. શાહરૂખે આ ટૂર્નામેન્ટમાં 19 બૉલમાં 40 રનની તોફાની ઇનિંગ રમીને તામિલનાડુની ટીમને જીત અપાવી હતી.
2018માં શાહરૂખ ખાનને તામિલનાડુની તરફથી સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં રમતા માત્ર 8 બૉલમાં 21 રનની ઇનિંગ રમી હતી, શાહરૂખ ખાન પહેલી વાર 2012માં તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે ટેલેન્ટ હન્ટ દ્વારા ચેન્નાઇ તરફથી જૂનિયર લેવલ પર રમવાનો મોકો મળ્યો હતો.
(તસવીરઃ ટ્વીટર પરથી)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion