શોધખોળ કરો

IPL 2021: IPLમાં હેટ્રિક લેનારો હર્ષલ પટેલ ગુજરાતી હોવા છતાં કેમ ગુજરાત માટે નથી રમતો ? કારણ જાણીને લાગી જશે આઘાત

IPL Hat Trick: શાનદાર પ્રદર્શન છતાં ગુજરાતની ટીમના પસંદગીકર્તા દ્વારા અવગણના કરવામાં આવતાં તેણે હરિયાણા તરફથી રમવાનો ફેંસલો કર્યો હતો.

IPL Updates: રવિવારે રાત્રે રમાયેલા આઈપીએલ 2021ના 39માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું હતું. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા હર્ષલ પટેલે હેટ્રિક ઝડપી હતી. ટોસ હાર્યા પછી RCBએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 165 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 18.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

હર્ષલે ટી-20ના આ દિગ્ગજોને આઉટ કરી લીધી હેટ્રિક

હર્ષલ પટેલે દમદાર બોલિંગ કરી હતી. હર્ષલ પટેલે ઈનિંગની 17મી ઓવરમાં હેટ્રિક ઝડપી હતી. હર્ષલ પટેલે  પહેલા હાર્દિક પંડ્યા (3)ને કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ પોલાર્ડ (7 રન) ને બોલ્ડ કર્યો હતો અને  ત્યારબાદ હર્ષલે રાહુલ ચાહર (0)ને LBW આઉટ કરી પોતાની હેટ્રિક પૂરી કરી હતી.  હર્ષલ પટેલે એડન મિલ્ને (0)ને બોલ્ડ કરી પોતાની ચોથી વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે લીધેલી હેટ્રિક આ સીઝનની પ્રથમ હેટ્રિક હતી.

ગુજરાતી હોવા છતાં કેમ નથી રમતો ગુજરાત તરફથી

આઈપીએલ 2021માં હેટ્રિક લેનારો હર્ષલ પટેલ અમદાવાદ નજીક આવેલા સાણંદનો વતની છે.2009-10  અંડર-19 વિનું માંકડ ટ્રોફીમાં તેણે શાનદાર એવરેજથી 23 વિકેટ લીધી હતી. જે બાદ તેણે 2009-10માં ગુજરાતની ટીમ તરફથી  વન ડે ડેબ્યૂ કર્યુ હતું. આ દરમિયાન તેના પરિવારે અમેરિકા સ્થાયી થવાનો ફેંસલો કર્યો હતો પરંતુ તેના ભાઈ તપન પટેલે તેની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.

2010માં અંડર-19 વર્લ્ડકપમાં પણ તેની પસંદગી થઈ હતી. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ કોન્ટ્રાક્ટ મેળવનારા ત્રણ ખેલાડી પૈકીનો એક હતો. શાનદાર પ્રદર્શન છતાં ગુજરાતની ટીમના પસંદગીકર્તા દ્વારા અવગણના કરવામાં આવતાં તેણે હરિયાણા તરફથી રમવાનો ફેંસલો કર્યો હતો. 2011-12ની રણજી ટ્રોફી સીઝનમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્વાર્ટર ફાઈનલ અને સેમિ ફાઇનલમાં તેણે જબરદસ્ત દેખાવ કર્યો હતો. 2012માં આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કરાર કર્યો હતો.

આઈપીએલમાં અત્યાર સુધી કેટલી નોંધાઈ છે હેટ્રિક

આઈપીએલમાં અત્યાર સુધી કુલ 20 હેટ્રિક નોંધાઈ છે. લક્ષ્મીપતિ બાલાજીએ 2008માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતાં પ્રથમ હેટ્રિક લીધી હતી.  હાલ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો અક્ષર પટેલ આઈપીએલમાં હેટ્રિક લેનારો પ્રથમ ગુજરાતી બોલર છે. તેણે 2016માં કિંગ્સ ઈલેવન પંજાબ તરથી પતમાં ગુજરાત લાયન્સ સામે હેટ્રિક લીધી હતી. 2017માં જયદેવ ઉનડકટે રાઇઝિંગ પુણે સુપર જાયંટ તરફથી રમતાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હેટ્રિક લીધી હતી.

આ પણ વાંચોઃ IPLમાં હર્ષલ પટેલ સિવાય કયા ગુજરાતી બોલર લઈ ચુક્યા છે હેટ્રિક, નામ જાણીને ચોંકી જશો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget