MI vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું, હર્ષલ પટેલની હેટ્રિક
MI vs RCB Live: આઈપીએલ 2021માં આજે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું છે. હર્ષલ પટેલે હેટ્રિક લીધી હતી.
LIVE
Background
MI vs RCB Live: આઈપીએલ 2021માં આજે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું છે. હર્ષલ પટેલે હેટ્રિક લીધી હતી.
બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 54 રને હરાવ્યું છે. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા હર્ષલ પટેલે હેટ્રિક ઝડપી હતી. ટોસ હાર્યા પછી RCBએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 165 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 18.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
હર્ષલ પટેલની હેટ્રિક
બેંગ્લુરએ મુંબઈને જીત માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈને જીત માટે 166 રનનો લક્ષ્યાંક
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 166 રનનો લક્ષ્યાંક આપ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી મેક્સવેલ અને કોહલીએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. મુંબઈ તરફથી શાનદાર બોલિંગ કરતા બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.
મેક્સવેલની અડધી સદી
મેક્સવેલે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. મેક્સવેલ 36 બોલમાં 56 રન બનાવી રમતમાં છે. એબી ડિવિલિયર્સ પણ રમતમાં છે.