પંજાબે મુંબઈને રોમાંચક મેચમાં 13 રને હરાવ્યું, અર્શદીપ સિંહની ઘાતક બોલિંગ
MI vs PBKS Live Score: IPL 2023 ની 31મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.

Background
MI vs PBKS Live Score Update IPL 2023 31th Match: IPL 2023ની 31મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં પંજાબને જોરદાર ટક્કર આપતી જોવા મળી શકે છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમે અત્યાર સુધી રમાયેલી 5માંથી 3 મેચ જીતી છે. જ્યારે પંજાબે 6માંથી 3 મેચ રમી છે. છેલ્લી મેચમાં મુંબઈનો વિજય થયો હતો. તેથી તે જીતનો સિલસિલો ચાલુ રાખવા માંગશે. પંજાબને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.
પંજાબે મુંબઈને રોમાંચક મેચમાં 13 રને હરાવ્યું
પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 13 રને હરાવ્યું હતું. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈના ખેલાડીઓ 20 ઓવરમાં 201 રન જ બનાવી શક્યા હતા. અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં માત્ર 2 રન આપીને 2 વિકેટ લીધી હતી. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 57 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીને 67 રનની ઇનિંગ રમી હતી. ટિમ ડેવિડે અણનમ 25 રન બનાવ્યા હતા. જોકે આ તમામ ઇનિંગ્સ ટીમને જીત અપાવી શકી નહોતી. પંજાબ તરફથી અર્શદીપે કુલ 4 વિકેટ ઝડપી હતી.
સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી
સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 24 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈને જીતવા માટે 19 બોલમાં 46 રનની જરૂર છે.




















