શોધખોળ કરો

IPL 2023 Orange Cap: શુભમન ગિલે મુંબઈ સામે શાનદાર સદી ફટકારી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

સિઝનની બીજી ક્વોલિફાયર મેચ  ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

Shubman Gill Century Orange Cap IPL 2023: સિઝનની બીજી ક્વોલિફાયર મેચ  ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાત ટીમના ખેલાડી શુભમન ગીલે પોતાનું શાનદાર ફોર્મ જારી રાખતા ઓરેન્જ કેપની રેસમાં ફાફ ડુ પ્લેસિસને પાછળ છોડી દીધો છે. હવે ગિલ આ સિઝનમાં ઓરેન્જ કેપ જીતશે તે લગભગ નિશ્ચિત છે.

શુભમન ગિલ આ વર્ષની શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં છે. ગિલના બેટમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં સદી જોવા મળી છે. આ સિવાય વનડે ક્રિકેટમાં તેના બેટમાંથી બેવડી સદી પણ નીકળી છે. 23 વર્ષીય ગિલ આ સિઝનમાં ગુજરાત ટીમના બેટિંગ ઓર્ડરનો મુખ્ય ખેલાડી સાબિત થયો છે.

ક્વોલિફાયર 2 મેચ પહેલા શુભમન ગિલે 15 ઇનિંગ્સમાં 55.54ની એવરેજથી 722 રન બનાવ્યા હતા. આ મેચ પહેલા ગિલ અને ડુ પ્લેસિસ વચ્ચે માત્ર 8 રનનો તફાવત હતો. આ સિઝનમાં અત્યાર સુધીની છેલ્લી 4 મેચમાં ગિલના બેટમાં 3 સદી જોવા મળી છે.

મુંબઈ સામેની મેચમાં ત્રીજી શાનદાર સદી

બીજી ક્વોલિફાયર મેચમાં શુભમન ગિલના બેટથી 129 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ સાથે તેણે આ સિઝનમાં 16 ઇનિંગ્સમાં 60.79ની એવરેજથી 851 રન બનાવ્યા છે. ગિલ હવે પ્લેઓફ મેચોમાં સદી ફટકારનાર 7મો ખેલાડી બની ગયો છે. આ પહેલા મુરલી વિજય, વિરેન્દ્ર સેહવાગ, રિદ્ધિમાન સાહા, શેન વોટસન, જોસ બટલર અને રજત પાટીદાર આ કારનામું કરી ચૂક્યા છે.  

શુભમન ગિલની આઈપીએલમાં ત્રીજી સદી

ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે IPL 2023ની ત્રીજી સદી ફટકારી છે. શુભમન ગિલે આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બોલરોની ખુબ ધોલાઈ કરી હતી. શુભમન ગિલે 49 બોલમાં સદીના આંકડાને સ્પર્શ કર્યો હતો. IPL 2023માં શુભમન ગિલની આ ત્રીજી સદી છે. આ સાથે ગીલ આઈપીએલ 2023માં સૌથી વધુ રન કરનાર ખેલાડી બની ગયો છે. તેણે ફાફ ડુપ્લેસીને પાછળ છોડ્યો છે. આ સાથે તેણે ઓરેન્જ કેપ મેળવી લીધી છે.

મુરલી વિજય IPL પ્લેઓફમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે

મુરલી વિજય IPL પ્લેઓફમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. મુરલી વિજયે IPL 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સ સામે સદી ફટકારી હતી. આ પછી વીરેન્દ્ર સેહવાગે IPL 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પંજાબ કિંગ્સ તરફથી રમતા શાનદાર સદી ફટકારી હતી. તે જ સમયે, શેન વોટસન પ્લેઓફમાં સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન છે. શેન વોટસને IPL 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદીનો આંકડો પાર કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2018ની ફાઈનલ મેચ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget