શોધખોળ કરો

LSG vs RCB: RCBએ લખનઉ સાથે પોતાનો હિસાબ કર્યો બરાબર, લો સ્કોરિંગ મેચમાં 18 રને આપી મ્હાત

IPLની 16મી સિઝનની 43મી લીગ મેચ લો સ્કોરિંગ રહી હતી.  પરંતુ તમામ ચાહકોમાં મેચને લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો.

LSG vs RCB, IPL 2023 Match 43: IPLની 16મી સિઝનની 43મી લીગ મેચ લો સ્કોરિંગ રહી હતી.  પરંતુ તમામ ચાહકોમાં મેચને લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની તેમની પાછલી હારની બરાબરી કરી હતી અને મેચ 18 રને જીતી લીધી હતી. 127 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ 19.5 ઓવરમાં 108ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આરસીબી તરફથી બોલિંગમાં કર્ણ શર્મા અને હેઝલવુડે 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.

લખનૌએ પ્રથમ 6 ઓવરમાં તેની 4 વિકેટ ગુમાવી દીધી હતી.

ફિલ્ડિંગ કરતી વખતે કેપ્ટન કેએલ રાહુલની ઈજાને કારણે  લખનૌ તરફથી લક્ષ્યાંકનો પીછો કરવા માટે કાયલ મેયર્સ સાથે ઓપનિંગમાં આયુષ બદોનીને મોકલવામાં આવ્યો હતો. આરસીબીએ લખનૌને પહેલો ફટકો શૂન્યના સ્કોર પર કાઈલ મેયર્સના રૂપમાં આપ્યો હતો જે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી લખનૌને 19ના સ્કોર પર કૃણાલ પંડ્યાના રૂપમાં વધુ એક ફટકો લાગ્યો, જેણે ગ્લેન મેક્સવેલ સામે મોટો શોટ રમવાના પ્રયાસમાં 14ના અંગત સ્કોર પર કોહલીને પોતાનો કેચ સોંપ્યો હતો. 

અહીંથી બધાને અપેક્ષા હતી કે લખનૌની ટીમ થોડી સાવધાનીથી બેટિંગ કરશે.  ટીમને આગલો ફટકો 21ના સ્કોર પર આયુષ બદોની અને 27ના સ્કોર પર દીપક હુડાના રૂપમાં લાગ્યો હતો. લખનૌની ટીમ પ્રથમ 6 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 34 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.

આરસીબીના બોલરોએ લખનૌને વાપસી ન કરવા દીધી

શરૂઆતની 4 ઝડપી વિકેટ ગુમાવ્યા બાદ લખનૌની ટીમ માટે આ મેચમાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ લાગી રહી હતી. ટીમને 5મો ફટકો 38ના સ્કોર પર નિકોલસ પૂરનના રૂપમાં લાગ્યો હતો, જે 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી માર્કસ સ્ટોઈનિસ અને કૃષ્ણપ્પા ગૌતમ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 22 બોલમાં 27 રનની ભાગીદારી થઈ હતી.

આ ભાગીદારીના આધારે લખનૌની ટીમે મેચમાં સામાન્ય વાપસી કરી હતી. પરંતુ માર્કસ સ્ટોઇનિસ 65 રને પેવેલિયન પરત ફરતા RCBએ મેચને સંપૂર્ણપણે પોતાની તરફેણમાં ફેરવી દીધી. આ પછી લખનૌએ કૃષ્ણપ્પા ગૌતમને 66 રને અને ત્યારબાદ રવિ બિશ્નોઈની 77 રને વિકેટ ગુમાવી હતી. 

લખનૌની ટીમ આ મેચમાં 108 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી અને તેને 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આરસીબી તરફથી બોલિંગમાં કર્ણ શર્મા અને જોશ હેઝલવુડે 2-2 જ્યારે હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, વાનિન્દુ હસરંગા અને ગ્લેન મેક્સવેલે 1-1 વિકેટ લીધી હતી.

ફાફ અને વિરાટે આરસીબી માટે મહત્વની ઇનિંગ્સ રમી હતી

ઈકાના સ્ટેડિયમની આ ધીમી પીચ પર RCBએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીની ઓપનિંગ જોડીએ ટીમને ધીમી પરંતુ મજબૂત શરૂઆત અપાવવાનું કામ કર્યું. ડુ પ્લેસિસ અને વિરાટ વચ્ચે પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી જોવા મળી હતી.

આ પછી કોહલી આ મેચમાં 31 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી ડુ પ્લેસિસે એક છેડેથી ઇનિંગ્સને સંભાળતા 44 મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. આ મેચમાં RCBએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી બોલિંગમાં નવીન-ઉલ-હકે 3 જ્યારે અમિત મિશ્રા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ ઝડપી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય 
જગત જમાદાર અમેરિકા પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા નથી, યુએસમાં શટડાઉનનો ખતરો
જગત જમાદાર અમેરિકા પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા નથી, યુએસમાં શટડાઉનનો ખતરો
MahaKumbh 2025: મહાકુંભ મેળામાં સામેલ થતા પહેલા જાણી લો કેવી રીતે કરશો ટેન્ટ બુકિંગ? કેટલા થશે રૂપિયા?
MahaKumbh 2025: મહાકુંભ મેળામાં સામેલ થતા પહેલા જાણી લો કેવી રીતે કરશો ટેન્ટ બુકિંગ? કેટલા થશે રૂપિયા?
ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, બેંક હવે વધારે લેટ ફી વસૂલશે, જાણો વિગતો 
ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, બેંક હવે વધારે લેટ ફી વસૂલશે, જાણો વિગતો 
Embed widget