Devon Conway Ruled Out: CSKને લાગ્યો મોટો ઝટકો, આ ધાકડ ખેલાડી થયો બહાર, ઈંગ્લેન્ડના ખેલાડીની થઈ એન્ટ્રી
Devon Conway Ruled Out: ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2024 મા અત્યાર સુધી સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ ટીમને મોટો આંચકો લાગ્યો છે. CSK માટે ગત સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ડેવોન કોનવે અંગૂઠાની ઈજાને કારણે સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
Devon Conway Ruled Out: ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2024 મા અત્યાર સુધી સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ ટીમને મોટો આંચકો લાગ્યો છે. CSK માટે ગત સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ડેવોન કોનવે અંગૂઠાની ઈજાને કારણે સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને CSK ફ્રેન્ચાઈઝીએ ઈંગ્લેન્ડના જમણા હાથના ફાસ્ટ બોલર રિચર્ડ ગ્લીસનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સિઝનમાં રમવા માટે, રિચર્ડને તેની મૂળ કિંમત એટલે કે 50 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
CSK અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, પરંતુ ડેવોન કોનવેની ગેરહાજરીને કારણે ટીમને પ્લેઓફની રેસ ગુમાવવી પડી શકે છે. કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ ભલે સારી ઇનિંગ્સ રમી રહ્યો હોય, પરંતુ ટીમના ટોપ ઓર્ડરમાં એક પણ બેટ્સમેન નથી જે સતત મોટો સ્કોર બનાવી રહ્યો હોય. આઈપીએલ 2024માં ચેન્નાઈ તરફથી રમતી વખતે કોનવેએ 16 મેચમાં 672 રન બનાવ્યા હતા, જેમાં 6 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. ગત સિઝનમાં તેણે ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં 47 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને 5મી વખત CSKને ચેમ્પિયન બનાવ્યું હતું.
ઠીક છે આ ઈજાને કારણે કોનવે IPL 2024માં એક પણ મેચ રમી શક્યો નહોતો. જો આપણે તેના સ્થાને આવેલા રિચર્ડ ગ્લીસન વિશે વાત કરીએ, તો તેણે 2022 માં ભારત સામે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધીમાં 6 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 9 વિકેટ ઝડપી છે. ગ્લીસનને ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહુ અનુભવ ન હોય, પરંતુ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં ઘણું રમ્યો છે. તેણે બિગ બેશ લીગ અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં પણ ઝંડો ફરકાવ્યો છે. હવે જો તેને આઈપીએલ 2024માં રમવાની તક મળશે તો તે આઈપીએલમાં ડેબ્યૂ કરશે.
આ પહેલા ગ્લેન મેક્સવેલ આઈપીએલમાંથી બહાર થયો હતો
IPL 2024માં જીતની ઈચ્છા રાખતી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો આંચકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. હવે મેક્સવેલ માટે આ સિઝનમાં રમવું ઘણું મુશ્કેલ માનવામાં આવે છે. હૈદરાબાદ સામેની મેચ પહેલા ખુદ મેક્સવેલે આરસીબીના કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસ અને કોચને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે તેની જગ્યાએ કોઈ અન્યને તક આપવામાં આવે.
RCBના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે બેટિંગમાં ખરાબ ફોર્મને કારણે IPLમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તેણે માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ફરી એકવાર ક્રિકેટથી દૂરી લીધી છે. અગાઉ 2019માં પણ મેક્સવેલ માનસિક સ્વાસ્થ્યને કારણે લગભગ છ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આરસીબીની મેચમાં મેક્સવેલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેનું કારણ મુંબઈ ઈન્ડિયન્સ સામેની છેલ્લી મેચ દરમિયાન આંગળીમાં થયેલી ઈજા હોવાનું કહેવાય છે. જોકે, બાદમાં મેક્સવેલે ટીમમાંથી પોતાની બાકાત સ્વીકારી લીધી હતી.