IPL 2024: ઇગ્લેન્ડના કારણે ખત્મ થઇ જશે પ્લે ઓફનો રોમાંચ? આ આઠ ખેલાડીઓ છોડશે સાથ
IPL 2024: IPL 2024 ની પ્રથમ ક્વોલિફાયર 21 મેના રોજ રમાશે. આ પછી એલિમિનેટર મેચ 22મી મેના રોજ યોજાશે
IPL 2024: IPL 2024 ની પ્રથમ ક્વોલિફાયર 21 મેના રોજ રમાશે. આ પછી એલિમિનેટર મેચ 22મી મેના રોજ યોજાશે. આ સીઝનની ફાઇનલ મેચ 26 મેના રોજ રમાવાની છે. પરંતુ આ વખતે પ્લેઓફનો રોમાંચ ઓછો થઇ શકે છે. ઈંગ્લેન્ડના 8 ખેલાડીઓ પ્લેઓફ મેચમાં રમી શકશે નહીં. તેનાથી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સહિત પાંચ ટીમોને આંચકો લાગશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે હાલમાં જ આ અંગે માહિતી આપી છે.
ઈંગ્લેન્ડે હાલમાં જ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી છે. આ ટીમ પાકિસ્તાન સામે ટી-20 સીરિઝ પણ રમશે. T20 વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ચાર મેચની T20 સીરિઝ રમાશે. આ શ્રેણી 22મી મેથી શરૂ થશે. આ કારણોસર ઈંગ્લેન્ડના ખેલાડીઓ આઈપીએલના પ્લેઓફમાં રમી શકશે નહીં. પસંદ કરાયેલા ખેલાડીઓએ પ્લેઓફ પહેલા પરત ફરવું પડશે.
જોસ બટલરે આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. બટલરે 9 મેચમાં 319 રન બનાવ્યા છે. તેણે 2 સદી પણ ફટકારી છે. ફિલિપ સોલ્ટે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે 9 મેચમાં 392 રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સ માટે જોની બેરસ્ટોએ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ આ ખેલાડીઓ પ્લેઓફમાં રમી શકશે નહીં.
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટી20 સીરીઝની પ્રથમ મેચ લીડ્ઝમાં 22 મેના રોજ રમાશે. આ પછી શ્રેણીની બીજી મેચ 25 મેના રોજ બર્મિંગહામમાં રમાશે. T20 શ્રેણીની ત્રીજી મેચ 28 મેના રોજ કાર્ડિફમાં રમાશે. આ જ છેલ્લી મેચ લંડનમાં રમાશે. આ મેચ 30મી મેના રોજ યોજાશે.
આ પાંચ ટીમમાંથી બહાર થશે આ ખેલાડીઓ
રાજસ્થાન રોયલ્સ: જોસ બટલર
ચેન્નાઈ સુપર કિંગ્સ: મોઈન અલી
કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિલ સોલ્ટ
પંજાબ કિંગ્સ: સેમ કુરન, જોની બેયરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિલ જેક્સ, રીસ ટોપ્લી