(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સે જોફ્રા આર્ચર સહિત 7 ખેલાડીઓને બહાર કર્યા, જુઓ MIના ખેલાડીઓની લિસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઈપીએલ 2024 પહેલા રિલીઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. દર વખતની જેમ આ 2024માં પણ રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ કરશે.
Mumbai Indians, IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઈપીએલ 2024 પહેલા રિલીઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. દર વખતની જેમ આ 2024માં પણ રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ કરશે. ટીમે કુલ 7 ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે, એટલે કે તેમને રિલીઝ કર્યા છે, જેમાં સ્ટાર પેસર જોફ્રા આર્ચરનો પણ સમાવેશ થાય છે. મુંબઈ ઈન્ડિયન્સની આ યાદીએ હાર્દિક પંડ્યાની વાપસીના સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.જાહેર કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની વાપસીના સમાચારો જોરશોરથી ચાલી રહ્યા હતા.
તેની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી સિઝન સારી રહી હતી. જોકે ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી. મુંબઈએ ચોથા નંબર પર રહીને ક્વોલિફાય કર્યું હતું, ત્યારબાદ તેણે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ ક્વોલિફાયર-2માં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
અગાઉ, રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 2022ની સીઝન ઘણી ખરાબ રહી હતી. ટીમ 14 લીગ મેચોમાંથી માત્ર 4 જ જીતી શકી, ત્યારબાદ તેણે પોઈન્ટ ટેબલમાં છેલ્લા એટલે કે 10મા સ્થાને રહેવું પડ્યું.
મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીઓને જાળવી રાખ્યા છે
રોહિત શર્મા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રુઈસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, કેમ ગ્રીન, શમ્સ મુલાની, નેહલ વાધેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, જેસન બેહરનડોર્ફ, રોમારિયો શેફર્ડો.
મુંબઈ ઈન્ડિયન્સે ખેલાડીઓને બહાર કર્યા
અરશદ ખાન
રમનદીપ સિંહ
રિતિક શૌકીન
રાઘવ ગોયલ
જોફ્રા આર્ચર
ટ્રિસ્ટન સ્ટબ્સ
ડુઆન જોનસન.
છેલ્લું ટાઇટલ 2020માં જીત્યું હતું
નોંધનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે 2020માં તેનું પાંચમું અને છેલ્લું આઈપીએલ ટાઈટલ જીત્યું હતું. આ પછી ટીમ ચેમ્પિયન ન બની શકી. 2020ની ટૂર્નામેન્ટમાં, રોહિત શર્માની કપ્તાની હેઠળ મુંબઈએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. હવે જોવાનું રસપ્રદ રહેશે કે મુંબઈની ટીમ આ વખતે કંઈ નવું કરી શકે છે કે કેમ.
IPL 2024 માટે તમામ ટીમોના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. એક ટીમમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડીઓ હોઈ શકે છે. તેમની વચ્ચે આઠ વિદેશી ખેલાડીઓ હોવા પણ જરૂરી છે. જોકે, પ્લેઇંગ-11માં માત્ર ચાર ખેલાડીઓને જ તક આપી શકાય છે. બધાની નજર હાર્દિક પંડ્યા પર હતી, પરંતુ હાલ તે ગુજરાત સાથે જ રહેશે.