LSG vs RR: 6,6,6,6,6,6... જયપુરમાં સંજુ સેમસનની વિસ્ફોટક બેટિંગ,રાજસ્થાને લખનૌને આપ્યો 194 રનનો ટાર્ગેટ
LSG vs RR: લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ 24 માર્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
LSG vs RR: લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ 24 માર્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોસ બટલર સારા ફોર્મમાં દેખાતો હતો, જો કે તેણે તેની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી, પરંતુ રિયાન પરાગે ખાસ કરીને મિડલ ઓર્ડરમાં શાનદાર અને વિસ્ફોટક ઇનિંગ્સ રમીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
Much needed 4️⃣ and 6️⃣ for #RR
— IndianPremierLeague (@IPL) March 24, 2024
Who will lead the chase for #LSG?
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱
Follow the match ▶️ https://t.co/xjNjyPa8V4 #TATAIPL | #RRvLSG pic.twitter.com/wj8UPgVP8K
15મી ઓવર સુધી રાજસ્થાન લગભગ 9.5ના રન રેટથી રમી રહ્યું હતું, જ્યાં એવું લાગી રહ્યું હતું કે ટીમ 210-215 રનનો સ્કોર હાંસલ કરી શકશે. પરંતુ તે પછી લખનઉના બોલરોએ સારી લય જાળવી રાખી રાજસ્થાનને 193ના સ્કોર સુધી રોકી દીધું હતું. નવીન-ઉલ-હકે લખનૌ માટે સારી બોલિંગ કરી, 2 મહત્વની વિકેટ લીધી, જ્યારે કૃણાલ પંડ્યાએ ભલે 4 ઓવરમાં કોઈ વિકેટ ન લીધી હોય પરંતુ તેણે તેની ખૂબ જ ચુસ્ત બોલિંગથી પ્રભાવિત કર્યા.
લખનૌ સુપર જાયન્ટ્સને 194 રનનો ટાર્ગેટ મળ્યો
રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે ઇનિંગની શરૂઆત કરી હતી. બટલરે 9 બોલમાં 22 રન બનાવ્યા હતા, પરંતુ નવીન-ઉલ-હકના બોલ પર તે બીજી ઓવરમાં જ આઉટ થઈ ગયો હતો. જયસ્વાલે તેની ટૂંકી ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા પણ ફટકાર્યા હતા. તેણે 200ના સ્ટ્રાઈક રેટથી 12 બોલમાં 24 રન બનાવ્યા, પરંતુ તે મોટી ઈનિંગ રમી શક્યો નહીં. ટીમનો સ્કોર 49 રનમાં 2 વિકેટે હતો, પરંતુ ત્યારબાદ કેપ્ટન સંજુ સેમસન અને રિયાન પરાગ વચ્ચે 93 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. રિયાન પરાગે 29 બોલની ઈનિંગમાં 1 ફોર અને 3 સિક્સર વડે 43 રન બનાવ્યા હતા.
શિમરોન હેટમાયરના બેટે આજે સાથ ન આપ્યો, પરંતુ તાજેતરમાં ભારત તરફથી ટેસ્ટમાં પદાર્પણ કરનાર ધ્રુવ જુરેલે કેપ્ટન સેમસનને સારો સાથ આપ્યો હતો. સેમસને પોતાની ઇનિંગમાં 52 બોલ રમીને 82 રન બનાવ્યા હતા અને આ ઇનિંગ દરમિયાન તેણે 3 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. જ્યારે જુરેલે 12 બોલમાં 20 રન બનાવ્યા હતા. રાજસ્થાન 193 રન બનાવવામાં સફળ રહ્યું હતું, તેથી લખનૌ સુપર જાયન્ટ્સને હવે જીતવા માટે 194 રન બનાવવા પડશે.