IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા દ્વારા જાહેરાત, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની પસંદગી 18 કે 19 જાન્યુઆરીએ થશે.

IPL 2025 start date: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ IPL 2025ની સિઝનની તારીખ જાહેર કરી દીધી છે. આ વખતે IPLની શરૂઆત 23 માર્ચથી થશે. આ જાહેરાત રવિવારે (12 જાન્યુઆરી) BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગ (AGM) બાદ કરવામાં આવી હતી.
રાજીવ શુક્લાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મીટિંગમાં મુખ્ય મુદ્દો ટ્રેઝરર અને સેક્રેટરીની પસંદગીનો હતો. આ ઉપરાંત, IPL કમિશનરની નિમણૂક પણ એક વર્ષ માટે કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે IPL 2025ની શરૂઆત 23 માર્ચથી થશે, જોકે કઈ ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાશે તે હજુ નક્કી નથી. મહિલા પ્રીમિયર લીગના સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
ગત વર્ષે IPLની શરૂઆત 22 માર્ચે થઈ હતી, જેમાં પ્રથમ મેચ RCB અને CSK વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચ 26 મેના રોજ KKR અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી, જેમાં KKR વિજેતા બની હતી. આ વખતે ફાઈનલ મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ શકે છે.
#WATCH | Mumbai: BCCI Vice President Rajeev Shukla says, "Devajit Saikia elected new BCCI secretary and Prabhtej Singh Bhatia elects as BCCI treasurer...IPL is going to start from 23rd March..." pic.twitter.com/Jd6x7U8Hou
— ANI (@ANI) January 12, 2025
આઈપીએલની 18મી આવૃત્તિ શરૂ કરવા અંગેનો નિર્ણય BCCIની વિશેષ સામાન્ય બેઠકમાં લેવામાં આવ્યો હતો. લીગની પ્રથમ મેચ કઈ ટીમો રમશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. મીટીંગ પૂરી થયા બાદ શુક્લાએ કહ્યું, 'મીટિંગમાં માત્ર એક જ મોટો મુદ્દો હતો, તે ખજાનચી અને સેક્રેટરીની પસંદગીનો હતો.' આ દરમિયાન શુક્લાએ જણાવ્યું કે IPL કમિશનરની પણ એક વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય તેણે વુમન્સ પ્રીમિયર લીગ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે લીગના સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. રાજીવ શુક્લાએ આ વિશે પણ માહિતી આપતા જણાવ્યું હતું કે પસંદગી સમિતિની બેઠક 18 કે 19 જાન્યુઆરીએ યોજાશે અને ત્યારબાદ જ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
