શોધખોળ કરો

IPL Auction 2022: ICC T20 રેન્કિંગમાં ટોચના પાંચ બેટરમાં સ્થાન ધરાવતાં આ ખેલાડીને કોઈએ ન ખરીદતાં આશ્ચર્ય

IPL Auction 2022: મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે, જ્યારે ટી20 ક્રિકેટના સ્ટાર કહેવાતા કેટલાક ખેલાડીને ખરીદવામાં કોઈએ રસ દાખવ્યો નથી.

IPL Auction 2022: આઈપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે, જ્યારે ટી20 ક્રિકેટના સ્ટાર કહેવાતા કેટલાક ખેલાડીને ખરીદવામાં કોઈએ રસ દાખવ્યો નથી. પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા. જેમાં 20 વિદેશી ખેલાડી પણ સામેલ છે. 23 ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહોતા. પ્રથમ દિવસે તમામ ટીમોએ મળીને 388 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા. બીજા દિવસની શરૂઆત એડમ માર્કરમની હરાજીથી થઈ છે. આફ્રિકાના ખેલાડીને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.60 કરોડમાં કરારબદ્ધ કર્યો છે.

કોણ છે આ બેટર

ICC T20 રેન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવતાં ઈંગ્લેન્ડના બેટર ડેવિડ મલાન પર પણ કોઈ ફ્રેન્ચાઇઝીએ કળશ ઢોળ્યો નથી. મલાન આઈપીએલમાં એક જ મેચ રમ્યો છે અને તેમાં 26 રન બનાવ્યા હતા. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 ટેસ્ટમાં 1074 રન, 6 વન ડેમાં 158 રન અને 36 ટી20માં 1239 રન બનાવ્યા છે.

બીજા દિવસે આ ખેલાડીઓને ન મળ્યા કોઈ ખરીદદાર

  • માર્નસ લાબુશેન
  • ઈઓન મોર્ગન
  • સૌરભ તિવારી
  • ડેવિડ મલાન
  • એરોન ફિંચ
  • ચેતેશ્વર પુજારા
  • જેમ્સ નિશામ
  • ઈશાંત શર્મા
  • ક્રિસ જોર્ડન
  • લુંગી એનગિડી
  • શેડ્રોલ કોટ્રેલ
  • કુલ્ટર નાઈલ
  • તારબેઝ શમ્સી
  • કાઇસ અહમદ (અફઘાનિસ્તાન)

IPLમાં ઇગ્લેન્ડનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો લિયામ લિવિંગસ્ટોન

IPL 2022 ના મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. મેગા ઓક્શનના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદવા ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. તેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી હતી. જો કે અંતે પંજાબ કિંગ્સે આ તોફાની બેટ્સમેનને 11.50 કરોડમાં ખરીદ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. લિવિંગસ્ટોન અગાઉ બેન સ્ટોક્સ IPLમાં ખરીદાયેલો સૌથી મોંઘો ઈંગ્લિશ ખેલાડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

કોંગ્રેસ ગુજરાતમાં 'દૂધ સત્યાગ્રહ' આંદોલન કરશે: 28 જુલાઈથી આણંદથી થશે પ્રારંભ, રાહુલ ગાંધી પણ જોડાશે
કોંગ્રેસ ગુજરાતમાં 'દૂધ સત્યાગ્રહ' આંદોલન કરશે: 28 જુલાઈથી આણંદથી થશે પ્રારંભ, રાહુલ ગાંધી પણ જોડાશે
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે
2025 એશિયા કપનું શેડ્યૂલ જાહેર: સપ્ટેમ્બર 9 થી ટુર્નામેન્ટનો પ્રારંભ, ફાઇનલ 28 સપ્ટેમ્બરે, પહેલીવાર 8 ટીમો ભાગ લેશે
2025 એશિયા કપનું શેડ્યૂલ જાહેર: સપ્ટેમ્બર 9 થી ટુર્નામેન્ટનો પ્રારંભ, ફાઇનલ 28 સપ્ટેમ્બરે, પહેલીવાર 8 ટીમો ભાગ લેશે
જસપ્રીત બુમરાહનો વાયરલ વીડિયો:
જસપ્રીત બુમરાહનો વાયરલ વીડિયો: "હું નિવૃત્તિ લઉં તો સારું..." - ચોથી ટેસ્ટ દરમિયાન નિવેદનથી સનસનાટી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસ ગુજરાતમાં 'દૂધ સત્યાગ્રહ' આંદોલન કરશે: 28 જુલાઈથી આણંદથી થશે પ્રારંભ, રાહુલ ગાંધી પણ જોડાશે
કોંગ્રેસ ગુજરાતમાં 'દૂધ સત્યાગ્રહ' આંદોલન કરશે: 28 જુલાઈથી આણંદથી થશે પ્રારંભ, રાહુલ ગાંધી પણ જોડાશે
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે
2025 એશિયા કપનું શેડ્યૂલ જાહેર: સપ્ટેમ્બર 9 થી ટુર્નામેન્ટનો પ્રારંભ, ફાઇનલ 28 સપ્ટેમ્બરે, પહેલીવાર 8 ટીમો ભાગ લેશે
2025 એશિયા કપનું શેડ્યૂલ જાહેર: સપ્ટેમ્બર 9 થી ટુર્નામેન્ટનો પ્રારંભ, ફાઇનલ 28 સપ્ટેમ્બરે, પહેલીવાર 8 ટીમો ભાગ લેશે
જસપ્રીત બુમરાહનો વાયરલ વીડિયો:
જસપ્રીત બુમરાહનો વાયરલ વીડિયો: "હું નિવૃત્તિ લઉં તો સારું..." - ચોથી ટેસ્ટ દરમિયાન નિવેદનથી સનસનાટી
Gujarat Rain Forecast: ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં 27થી 30 સુધી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં 27થી 30 સુધી ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં આજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ જિલ્લામાં 29 જુલાઇ સુધી ભારે વરસાદનું એલર્ટ
Rain Forecast: રાજ્યમાં આજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ જિલ્લામાં 29 જુલાઇ સુધી ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: અજિત પવારનું મોટું નિવેદન, શું મરાઠી શીખવી ફરજિયાત બનશે? જાણો વિગતવાર
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: અજિત પવારનું મોટું નિવેદન, શું મરાઠી શીખવી ફરજિયાત બનશે? જાણો વિગતવાર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
Embed widget