IPL Auction 2022: શિખર ધવન-અશ્વિનને કઈ ટીમે કેટલા કરોડમાં ખરીદ્યા ? આફ્રિકાના રબાડાને 9.25 કરોડ રૂપિયા આપીને કઈ ટીમ લઈ ગઈ ?
IPL Player Auction 2022: બે દિવસ ચાલનારી હરાજીમાં કુલ મળીને 600 ખેલાડીઓના ભાગ્યનો ફેંસલો થશે.
IPL Auction 2022 News: ઈન્ડિયન પ્રીમિર લીગ (IPL)નું મેગા ઓક્શન આજથી બેંગલુરૂમાં શરૂ થઈ ગયું છે. આ મેગા ઓક્શનમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર મનાતા શિખર ધવન અ રવિચંદ્રન અશ્વિનની સૌથી પહેલાં બોલી લાગી હતી. આ પૈકી શિખ ધવનને પંજાબ કિંગ્સે 8 કરોડ 25 લાખમાં ખરીદ્યો હતો જ્યારે અશ્વિન 5 કરોડ રૂપિયા સાથે રાજસ્થાન રોયલ ટીમનો હિસ્સો બન્યા હતો. જો કે દક્ષિણ આફ્રિકાનો કગિસો રબાડા 9025 કરોડ રૂપિયામાં ગયો હતો. રબાડાને પણ પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો.
Congratulations @ashwinravi99 on being a part of @rajasthanroyals #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/hxXN8g8Nmv
— IndianPremierLeague (@IPL) February 12, 2022
આઈપીએલમાં છેલ્લી વાર મેગા ઓક્શન 2018માં થઈ ત્યારે હરાજીમાં 8 ટીમે ભાગ લીધો હતો. આ વખતે 10 ટીમ હરાજીમાં ભાગ લઈ રહી છે. બોર્ડની પહેલી યાદીમાં 590 ખેલાડી હતા પણ હરાજી પહેલાં 10 વધુ ખેલાડીઓ ઉમેરવામાં આવતાં હવે 590 ખેલાડી નહીં, પરંતુ 600 ખેલાડી હરાજીમાં ભાગ લેશે.
કઈ ફ્રેન્ચાઈઝી પાસે હાલ કયા છે ખેલાડી
- ચેન્નાઈ સુપર કિંગ્સ
- જાડેજા (16 કરોડ રૂા.), ધોની (12 કરોડ રૂા.), મોઈન અલી (8 કરોડ રૂા.) અને ગાયકવાડ (6 કરોડ રૂા.)
- દિલ્હી કેપિટલ્સ
- પંત (16 કરોડ રૂા.), અક્ષર પટેલ (9 કરોડ રૂા.), પૃથ્વી શૉ (7.5 કરોડ રૂા.) અને નોર્ટ્જે (6.5 કરોડ રૂા.)
- કોલકાતા નાઈટ રાઈડર્સ
- રસેલ (12 કરોડ રૂા.), ચક્રવર્થી (8 કરોડ રૂા.), વેંકટેશ ઐયર (8 કરોડ રૂા.), નારાયણ (6 કરોડ રૂા.)
- મુંબઈ ઈન્ડિયન્સ
- રોહિત શર્મા (16 કરોડ રૂા.), બુમરાહ (12 કરોડ રૂા.), સુર્યકુમાર (8 કરોડ રૂા.), પોલાર્ડ (6 કરોડ રૂા.)
- ગુજરાત ટાઈટન્સ
- હાર્દિક પંડયા ( 15 કરોડ રૂા. ), રાશિદ ખાન (15 કરોડ રૂા. ), શુબ્મન ગિલ (8 કરોડ રૂા)
- લખનઉ સુપર જાયન્ટ્સ
- કે. એલ. રાહુલ (17 કરોડ રૂા.), સ્ટોઈનીસ (9.2 કરોડ રૂા.), રવિ બિશ્નોઈ (4 કરોડ રૂા.)
- રાજસ્થાન રોયલ્સ
- સેમસન (14 કરોડ રૂા.), બટલર (10 કરોડ રૂા.), યશસ્વી જયસ્વાલ (4 કરોડ રૂા.)
- બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ
- કોહલી (15 કરોડ રૂા.), મેક્સવેલ (11 કરોડ રૂા.), સિરાજ (7 કરોડ રૂા.)
- સનરાઈઝર્સ હૈદરાબાદ
- વિલિયમસન (14 કરોડ રૂા.), સમદ (4 કરોડ રૂા.), મલિક (4 કરોડ રૂા.)
- પંજાબ કિંગ્સ
- અગ્રવાલ (12 કરોડ રૂા.), અર્ષદીપ (4 કરોડ રૂા.)
- રાહુલને રૂા. 17 કરોડ અને જાડેજા, પંત, રોહિતને 16 કરોડ
Congratulations to @SDhawan25 #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/8LepZC7F2R
— IndianPremierLeague (@IPL) February 12, 2022