IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ
કાયલી જેમિસનએ ઇએસપીએન ક્રિકઇન્ફો સાથે વાત કરતા કહ્યું કે - મેં ઘણા કારણોસર આ ફેંસલો લીધો છે. છેલ્લા 12 મહિનાથી બાયૉ બબલ અને ક્વૉરન્ટાઇનમાં ખુબ સમય વિતાવ્યો.
IPL 2022 Kyle Jamieson will not play in this season: ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બૉલર કાયલી જેમિસને પોતાની રમતમાં સુધારો લાવવા માટે આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ના રમવાનો ફેંસલો કર્યો છે, તેને અચાનક જાતે જ આઇપીએલની આ સિઝન રમવાની ના પાડી દીધી છે. કાયલી જેમિસન ક્વૉરન્ટાઇન અને બાયૉ બબલથી દુર રહીને પોતાના ઘરમાં સમય વિતાવવા માંગે છે. કાયલી જેમિસન ગઇ સિઝનમાં આઇપીએલમાં બીજો સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો, કાયલી જેમિસન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
કાયલી જેમિસનએ ઇએસપીએન ક્રિકઇન્ફો સાથે વાત કરતા કહ્યું કે - મેં ઘણા કારણોસર આ ફેંસલો લીધો છે. છેલ્લા 12 મહિનાથી બાયૉ બબલ અને ક્વૉરન્ટાઇનમાં ખુબ સમય વિતાવ્યો. આગામી 12 મહિનાના શિડ્યૂલને ધ્યાનમાં રાખતા હવે પરિવારની સાથે સમય વિતાવવા માંગુ છું.
ભારત વિરુદ્ધ ફેબ્રુઆરી 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા કાયલી જેમિસને અત્યાર સુધી 12 ટેસ્ટ, 5 વનડે અને 8 ટી20 મેચ રમી છે. તેને કહ્યું- બીજી વાત એ છે કે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકદમ નવો છુ. બે જ વર્ષ થયા છે, તો હું મારી રમત પર મહેનત કરવા માંગુ છું.
તેને કહ્યું- મને લાગે છે કે જ્યાં મારે હોવુ જોઇએ, તે સ્તર પર નથી પહોંચી શક્યો. જો ત્રણેય ફોર્મેટમાં રમવુ હોય તો મારે રમત પર ધ્યાન અને મહેનત કરવી પડશે.
જેમીસને કહ્યું કે, આઇપીએલ ના રમવાનો ફેંસલો કઠીન હતો, પરંતુ તેને આશા છે કે તે ભવિષ્યમાં આ લીગનો હિસ્સો હસે. તેને કહ્યું- આ શરૂઆતમાં ખુબ કઠીન ફેંસલો હતો, મે આના પર ખુબ વિચાર કર્યો, પરંતુ હું મારા પરિવાર પર ફોકસ કરવા માંગુ છુ અને પોતાની રમત પર કામ કરવા માંગુ છું.
આ પણ વાંચો........
Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત
મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ
MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક
RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો
BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે