શોધખોળ કરો

એક IPL મેચનું આયોજન કરવામાં કેટલો થાય છે ખર્ચ? આંકડો જાણીને હોંશ ઉડી જશે

IPL one match cost: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી આવૃત્તિ હાલમાં ચાલી રહી છે. શું તમને ખબર છે કે એક IPL ની એક મેચનો ખર્ચ કેટલો થાય છે? આવો જાણીએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IPL 2026 ની 19મી સીઝન રમાઈ રહી છે, 10 ટીમો ભાગ લઈ રહી છે.
  • રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને, CSK બીજી મેચ રમશે.
  • એક IPL મેચના આયોજનમાં સ્ટેડિયમ, ખેલાડીઓ, સ્ટાફનો ખર્ચ થાય છે.

IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનું આયોજન ચાલુ છે. આ સીઝનમાં અત્યાર સુધી 6 મેચ રમાઈ ચૂકી છે. ચેન્નાઈ સુપર કિંગ્સને ખરાબ રીતે હરાવીને રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. CSKની આજે બીજી મેચ પંજાબ કિંગ્સ સાથે છે. પંજાબે પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે,  IPL દુનિયામાં સૌથી વધુ જોવામાં આવતી સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ્સમાંની એક છે. માર્ચ-મે મહિનાના સમયગાળામાં ક્રિકેટનો રોમાંચ એક અલગ જ સ્તર પર હોય છે, જ્યાં 10 આઈપીએલ ટીમો એક ટ્રોફી જીતવાના ઈરાદા સાથે રમી રહી હોય છે. વર્ષ 2021 સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ટીમોની સંખ્યા 8 હતી, પરંતુ હવે દસ છે. અહીં આપણે IPLની એક મેચમાં થતા ખર્ચ વિશે વાત કરી રહ્યા છીએ, જાણો ક્યાં-ક્યાં પૈસા વપરાય છે અને કુલ કેટલો ખર્ચ આવે છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન 2008થી થઈ રહ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દર વર્ષે આ લીગનું આયોજન કરે છે, જે હવે વિશ્વની સૌથી મોટી T20 લીગ છે. બોર્ડ પણ આ લીગમાંથી જંગી કમાણી કરે છે. કમાણીના મુખ્ય સ્ત્રોત સ્પોન્સરશિપ, મીડિયા રાઇટ્સ અને ટિકિટનું વેચાણ છે. કમાણી તો કરોડોમાં થાય છે, પરંતુ એક IPL મેચમાં કેટલો ખર્ચ થાય છે? ચાલો જાણીએ.

એક IPL મેચમાં કેટલો ખર્ચ થાય છે?

  • ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં 10 ટીમો રમી રહી છે, જેમની વચ્ચે લીગ સ્ટેજની મેચો 13 વેન્યુ પર રમાશે. હજુ પ્લેઓફનું શેડ્યૂલ જાહેર થયું નથી. બોર્ડ સૌથી પહેલા સ્ટેડિયમ પસંદ કરે છે અને તેને બુક કરે છે, જેની કિંમત 50 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. BCCI આ રકમ સ્ટેડિયમ મેનેજમેન્ટને આપે છે. જોકે, આ કિંમત વેન્યુ (સ્થળ) મુજબ અલગ-અલલ હોય છે.
  • ત્યારબાદ ખેલાડીઓના પગારની વાત આવે છે. ઇમ્પેક્ટ પ્લેયર સહિત તમામ 12 ખેલાડીઓને મેચ દીઠ 7.5 લાખ રૂપિયા મળે છે. એક ટીમ ખેલાડીઓના પગાર પર મેચ દીઠ 90 લાખ રૂપિયા ખર્ચ કરે છે. આ ઉપરાંત મેચ રેફરી, અમ્પાયર અને સપોર્ટ સ્ટાફનો પગાર અલગથી હોય છે.
  • મુસાફરી (ટ્રાવેલિંગ) માં આશરે 7 લાખ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. જો કુલ ખર્ચની વાત કરવામાં આવે તો, બ્રોડકાસ્ટિંગ રાઇટ્સને બાદ કરતાં એક મેચમાં અંદાજે 15 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget