આ લીગનું નામ 'શેર-એ-પંજાબ T20 લીગ' છે. તે 30 ઓગસ્ટથી શરૂ થઈને 13 સપ્ટેમ્બર સુધી ચાલશે.
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
Sher E Punjab T20 League: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ભવ્ય સફળતા બાદ હવે પંજાબ પણ પોતાની સ્થાનિક T20 લીગ શરૂ કરવા જઈ રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 'શેર-એ-પંજાબ T20 લીગ'નું અનાવરણ કર્યું છે.

- મુખ્યમંત્રી ભગવંત માને 'શેર-એ-પંજાબ T20 લીગ'નું અનાવરણ કર્યું.
- લીગ 30 ઓગસ્ટથી મોહાલીમાં શરૂ થશે, 6 ટીમો રમશે.
- આજે, 9 ઓગસ્ટે 450થી વધુ ખેલાડીઓની હરાજી યોજાશે.
- શુભમન ગિલ સહિતના ખેલાડીઓ ટીમોનું નેતૃત્વ કરશે.
Sher E Punjab T20 League: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ભવ્ય સફળતા બાદ હવે પંજાબ પણ પોતાની સ્થાનિક T20 લીગ શરૂ કરવા જઈ રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 'શેર-એ-પંજાબ T20 લીગ'નું અનાવરણ કર્યું છે. આ લીગ આગામી 30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) સ્ટેડિયમ ખાતે રમાશે. લીગ માટે ખેલાડીઓની હરાજી (ઓક્શન) આજે, 9 ઓગસ્ટે યોજાશે, જેમાં 450થી વધુ ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે.
આ લીગમાં કુલ 6 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લેશે અને તે રાઉન્ડ-રોબિન ફોર્મેટ પર રમાશે, જ્યાં દરેક ટીમ 8 લીગ મેચ રમશે. પંજાબના સ્ટાર અને ભારતીય ક્રિકેટ ટીમ માટે રમતા ખેલાડીઓ અલગ-અલગ ટીમનું નેતૃત્વ કરશે. જેમાં શુભમન ગિલ (ફાઝિલકા ફાલ્કન્સ), અર્શદીપ સિંહ (લુધિયાણા લાયન્સ), અભિષેક શર્મા (અમૃતસર સૂરમાઝ), પ્રભસિમરન સિંહ (જલંધર વોરિયર્સ), રમનદીપ સિંહ (મોહાલી કિંગ્સ) અને ગુરનૂર બ્રાર (બઠિંડા રોયલ્સ) માટે રમતા જોવા મળશે.
આ પણ વાંચો...6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
મુખ્યમંત્રી ભગવંત માને આ લીગને 'પંજાબની પોતાની IPL' ગણાવતા કહ્યું હતું કે, પંજાબે હંમેશા દેશને પ્રતિભાશાળી ખેલાડીઓ આપ્યા છે અને હાલમાં પણ IPLમાં પંજાબના 21 ખેલાડીઓ રમી રહ્યા છે. લીગમાં ભાગ લેનારા તમામ 450થી વધુ ખેલાડીઓ પંજાબના જ હશે, જેમાં અનમોલપ્રીત સિંહ, મયંક માર્કન્ડે, નમન ધીર જેવા જાણીતા નામો પણ સામેલ છે. રાજ્ય સરકાર રમતગમત દ્વારા યુવાનોને નશાની કુટેવથી દૂર રાખવાના હેતુ સાથે આ આયોજન કરી રહી છે.
Punjab is set to get its own IPL-style T20 league, with Chief Minister @BhagwantMann unveiling the Sher-e-Punjab T20 League, featuring six franchise teams and star Punjab cricketers including Gill, Arshdeep Singh, Abhishek Sharma, Prabhsimran Singh, Ramandeep Singh and Gurnoor… pic.twitter.com/UJ2TKIOx2A
— CMOPb (@CMOPbIndia) August 8, 2026
શેર-એ-પંજાબ T20 લીગમાં સામેલ છ ક્રિકેટ ટીમોના નામ:
- ફાઝિલકા ફાલ્કન્સ (કેપ્ટન: શુભમન ગિલ)
- લુધિયાણા લાયન્સ (કેપ્ટન/ખેલાડી: અર્શદીપ સિંહ)
- અમૃતસર સૂરમાઝ (કેપ્ટન/ખેલાડી: અભિષેક શર્મા)
- જલંધર વોરિયર્સ (કેપ્ટન/ખેલાડી: પ્રભસિમરન સિંહ)
- મોહાલી કિંગ્સ (કેપ્ટન/ખેલાડી: રમનદીપ સિંહ)
- બઠિંડા રોયલ્સ (કેપ્ટન/ખેલાડી: ગુરનૂર બ્રાર)
ਸ਼ੇਰ-ਏ-ਪੰਜਾਬ ਟੀ-20 ਕੱਪ ਦੇ ਖਿਡਾਰੀਆਂ ਨਾਲ ਮੁਲਾਕਾਤ ਕਰਕੇ ਬੇਹੱਦ ਖ਼ੁਸ਼ੀ ਹੋਈ...
— Bhagwant Mann (@BhagwantMann) August 8, 2026
ਪੰਜਾਬ ਦੀ ਧਰਤੀ ਨੇ ਹਮੇਸ਼ਾ ਦੇਸ਼ ਨੂੰ ਹੋਣਹਾਰ ਖਿਡਾਰੀ ਦਿੱਤੇ ਹਨ... ਸਾਡੀ ਸਰਕਾਰ ਨੌਜਵਾਨਾਂ ਨੂੰ ਖੇਡਾਂ ਨਾਲ ਜੋੜਨ ਅਤੇ ਸੂਬੇ ਨੂੰ ਖੇਡ ਖੇਤਰ 'ਚ ਹੋਰ ਮਜ਼ਬੂਤ ਬਣਾਉਣ ਲਈ ਲਗਾਤਾਰ ਕੰਮ ਕਰ ਰਹੀ ਹੈ...
ਇਸ ਟੀ-20 ਕੱਪ 'ਚ 6 ਟੀਮਾਂ ਹਿੱਸਾ ਲੈ ਰਹੀਆਂ… pic.twitter.com/TdSpjgZNuM
Frequently Asked Questions
આ લીગનું નામ શું છે અને તે ક્યારે શરૂ થશે?
શેર-એ-પંજાબ T20 લીગ ક્યાં રમાશે?
આ લીગ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) સ્ટેડિયમ ખાતે રમાશે.
આ લીગમાં કેટલી ટીમો ભાગ લેશે અને તેની ફોર્મેટ શું છે?
લીગમાં કુલ 6 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લેશે. તે રાઉન્ડ-રોબિન ફોર્મેટ પર રમાશે, જેમાં દરેક ટીમ 8 લીગ મેચ રમશે.
આ લીગમાં કયા જાણીતા ખેલાડીઓ ભાગ લેશે?
શુભમન ગિલ, અર્શદીપ સિંહ, અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રમનદીપ સિંહ અને ગુરનૂર બ્રાર જેવા પંજાબના સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે.
આ લીગનું આયોજન કરવાનો મુખ્ય હેતુ શું છે?
રાજ્ય સરકાર રમતગમત દ્વારા યુવાનોને નશાની કુટેવથી દૂર રાખવાના હેતુ સાથે આ આયોજન કરી રહી છે. મુખ્યમંત્રીએ તેને 'પંજાબની પોતાની IPL' ગણાવી છે.



















