શોધખોળ કરો

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ 11 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ગુજરાત રિજ્યનમાં ફરી મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. જો કે ભારેથી અતિભારે વરસાદ અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નહિવત છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બંગાળની ખાડીના લો પ્રેશરથી ફરી ગુજરાતમાં વરસાદ આવશે.
  • 10 ઓગસ્ટ રાતથી 14 ઓગસ્ટ સુધી મેઘમહેર રહેશે.
  • ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછી અસર, છૂટાછવાયા ઝાપટા પડશે.

 Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા આગળ વધતા 10 ઓગસ્ટની રાતથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. 11થી 14 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ 10 ઓગસ્ટની રાતથી રાજ્યમાં મેઘમહેરની શરૂઆત થઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા આગળ વધતા તેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 અને 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા છે.

ક્યાં જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ પડશે?

આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેમાં અરવલ્લી, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, વડોદરા, આણંદ, પાટણ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. અહીં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

11થી 14 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા

ટૂંકમાં કહીએ તો 11થી 14 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજ્યન એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે  વરસાદ પણ પડી શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કેવી રહેશે સ્થિતિ?

બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સિસ્ટમની અસર પ્રમાણમાં ઓછી રહેવાની શક્યતા છે. અહીં વાતાવરણમાં પલટો આવી શકે છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના એકાદ વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે. પરંતુ હાલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યાપક મધ્યમ કે ભારે વરસાદની શક્યતા નહિવત છે.                                  

Frequently Asked Questions

ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારથી થવાની શક્યતા છે?

હવામાન વિભાગ મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયાને કારણે 10 ઓગસ્ટની રાતથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ શકે છે.

ગુજરાતના કયા વિસ્તારોમાં અને કયા સમયગાળા દરમિયાન વરસાદ પડશે?

11થી 14 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે?

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સિસ્ટમની અસર પ્રમાણમાં ઓછી રહેશે. અહીં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, પરંતુ વ્યાપક ભારે વરસાદની શક્યતા નહિવત છે.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાવાનું કારણ શું છે?

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા આગળ વધતા તેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે, જેના કારણે વરસાદી માહોલ બનશે.

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં મેઘમહેર: 12 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, 5 તાલુકામાં 4 ઇંચથી વધુ ખાબક્યો, જુઓ રિપોર્ટ
ગુજરાતમાં મેઘમહેર: 12 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, 5 તાલુકામાં 4 ઇંચથી વધુ ખાબક્યો, જુઓ રિપોર્ટ
Kutch Rain: કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ,  ભૂજ-અંજાર અને માંડવીમાં જળબંબાકાર
Kutch Rain: કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ,  ભૂજ-અંજાર અને માંડવીમાં જળબંબાકાર
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 
Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: 3 વાગ્યા સુધી રાજ્યના 12  જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: 3 વાગ્યા સુધી રાજ્યના 12  જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 
Ahmedabad: માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 
Embed widget