શોધખોળ કરો
Advertisement
ધોની હાંફી ગયો હતો છતાં ટીમમાં હોવા અંગે આ ભારતીય ઓલરાઉન્ડરે કર્યો જોરદાર કટાક્ષ, જાણો શું કહ્યું?
ધોનીની આવી હાલત અંગે ઈરફના પઠાણે કટાક્ષ કરતી ટ્વિટ કરી છે કે, કેટલાક ખેલાડીઓ માટે ઉંમર માત્ર એક આંકડો છે જ્યારે કેટલાક ખેલાડીઓને ઉંમરના બહાને પડતા મૂકી દેવાય છે
નવી દિલ્હીઃ આઈપીએલની વર્તમાન સિઝનમાં હૈદ્રાબાદ સામેની મેચમાં ટાર્ગેટ ચેઝ કરતી વખતે અંતિમ ઓવરમાં 39 વર્ષીય ધોની હાંફતો નજરે પડ્યો હતો.
ધોનીની ફિટનેસના અને તેની રનિંગ બિટવીન ધી વિકેટ્સના હંમેશા વખાણ થાય છે ત્યારે ધોનીનો શ્વાસ ચઢતો જોઈને ક્રિકેટ ચાહકોમાં પણ આશ્ચર્ય છે. ક્રિકેટ ચાહકોમાં એવી ચર્ચા પણ શરૂ થઈ છે કે, હવે ધોની પર ઉંમર હાવી થઈ રહી છે. આ પ્રકારની કોમેન્ટ્સનું કારણ એ કે. ધોનીને ક્રિકેટ ચાહકોએ આ રીતે હાંફતો અને શ્વાસ લેવા માટે ઉભા રહેતાં જોયો નથી.
ધોનીની આવી હાલત અંગે ઈરફના પઠાણે કટાક્ષ કરતી ટ્વિટ કરી છે કે, કેટલાક ખેલાડીઓ માટે ઉંમર માત્ર એક આંકડો છે જ્યારે કેટલાક ખેલાડીઓને ઉંમરના બહાને પડતા મૂકી દેવાય છે.
ઈરફાન પઠાણ ઉપરાંત ગૌતમ ગંભીર, હરભજનસિંહ સહિતના ઘણા ક્રિકેટરોને વધતી ઉંમરના બહાને પડતા મૂકી દેવાયા છે તે મુદ્દે પઠાણે આ કટાક્ષ કર્યો હતો.
ધોનીએ મેચ બાદ પોતાની આ સ્થિતિ કેમ થઈ તે અંગે કહ્યુ હતુ કે, હું બહુ થાક અનુભવી રહ્યો હતો અને મારુ ગળુ સુકાઈ રહ્યુ હતું. મને સતત ખાંસી આવી રહી હતી. બહુ ઓછા બોલ મારા બેટની વચ્ચે આવ્યા હતા. પિચ સ્લો હોવાથી હું બોલને જોરથી મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.જેના કારણે પણ મારો થાક વધ્યો હતો.જોકે આ હાર બાદ પણ અમે મજબૂતીથી પાછા ફરીશું.
ધોની બેટિંગમાં હોવા છતાં ચેન્નાઈ સુપર કિંગ્સ 164 રનનો ટાર્ગેટ ચેઝ કરી શકી નહોતી. ધોની ઉપરના ક્રમમાં બેટિંગ કરવા આવ્યો હોવા છતા ચેન્નાઈ જીત ના મેળવી શકી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement