World Cup 2023: ઈરફાન પઠાણે BCCIના પસંદગીકારોને લીધા આડેહાથ, આ ખેલાડીને પહેલા સ્થાન ન આપવા પર થયો ગુસ્સે
Irfan Pathan On Ravi Ashwin: આર અશ્વિન ઓસ્ટ્રેલિયા સામેની 3 ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. આ સિવાય એવું માનવામાં આવે છે કે આર. અશ્વિન ભારતીય વર્લ્ડ કપ ટીમનો ભાગ બની શકે છે.
![World Cup 2023: ઈરફાન પઠાણે BCCIના પસંદગીકારોને લીધા આડેહાથ, આ ખેલાડીને પહેલા સ્થાન ન આપવા પર થયો ગુસ્સે irfan-pathan-slams-bcci-over-ravi-ashwin-world-cup-2023 World Cup 2023: ઈરફાન પઠાણે BCCIના પસંદગીકારોને લીધા આડેહાથ, આ ખેલાડીને પહેલા સ્થાન ન આપવા પર થયો ગુસ્સે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/29/ca4904a3a6ed15343b15d0b349d143351682779844910428_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Irfan Pathan On Ravi Ashwin: આર અશ્વિન ઓસ્ટ્રેલિયા સામેની 3 ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. આ સિવાય એવું માનવામાં આવે છે કે આર. અશ્વિન ભારતીય વર્લ્ડ કપ ટીમનો ભાગ બની શકે છે. વાસ્તવમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલની ઈજા બાદ આર. અશ્વિનને ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. જો કે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે બીસીસીઆઈના પસંદગીકારોને આડે હાથ લીધા છે. તેણે રવિચંદ્રન અશ્વિનને વિશ્વનો સર્વશ્રેષ્ઠ સ્પિનર પણ ગણાવ્યો.
Coming 🆙 next 👉 #INDvAUS
— BCCI (@BCCI) September 18, 2023
Here are the #TeamIndia squads for the IDFC First Bank three-match ODI series against Australia 🙌 pic.twitter.com/Jl7bLEz2tK
ઈરફાન પઠાણે BCCI પર શા માટે પ્રહારો કર્યા?
ઈરફાન પઠાણે કહ્યું કે અત્યારે વિશ્વ ક્રિકેટમાં આર અશ્વિનથી સારો કોઈ સ્પિનર નથી. જો તે તમારી વર્લ્ડ કપ યોજનાનો ભાગ હતો, તો તેને શક્ય તેટલી વધુ મેચ રમવાની તક આપવી જોઈતી હતી. તેણે કહ્યું કે વર્લ્ડ કપ એક મોટી ટુર્નામેન્ટ છે. તમારો એક વરિષ્ઠ ખેલાડી જે લાંબા સમયથી ODI ફોર્મેટનો ભાગ નથી, તમે તેની પાસેથી શું અપેક્ષા રાખો છો કે તે તમારા માટે સારું પ્રદર્શન કરે… એક ખેલાડી તરીકે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં તેના પર ઘણું દબાણ હોય છે. તેણે એમ પણ કહ્યું કે રવિ અશ્વિનને વર્લ્ડ કપ પહેલા શક્ય તેટલા વધુ વનડે ફોર્મેટ રમવાની તક મળી હોત તો સારું હોત.
રવિ અશ્વિન માટે આગળનો રસ્તો કેમ સરળ નથી
ઈરફાન પઠાણનું કહેવું છે કે રવિ અશ્વિન ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં રમશે તે સારું છે. પરંતુ શું તમને લાગે છે કે વર્લ્ડ કપ પહેલા આ પૂરતું હશે? તમે મેચમાં 10 ઓવર બોલીંગ કરશો. આ ઉપરાંત, તમારે ટીમની જરૂરિયાતો અનુસાર પોતાને અનુકૂળ બનાવવું પડશે, આ સરળ નથી. તમારી વ્યૂહરચના આના કરતાં વધુ સારી હોવી જોઈએ. ઈરફાન પઠાણ ઉપરાંત પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે રવિ અશ્વિન પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મોહમ્મદ કૈફે કહ્યું કે જો અક્ષર પટેલ ઈજાગ્રસ્ત ન થયો હોત તો કદાચ આજે પણ અમે રવિ અશ્વિનને ભારતીય ટીમનો હિસ્સો બનતા જોઈ શક્યા ન હોત.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)