શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતીય ટીમનો ક્યો ક્રિકેટર બન્યો હીરો, કઈ તમિલ ફિલ્મથી કરશે એક્ટિંગ કરીયરની શરૂઆત?
ઇરફાન પઠાણે રૉમમાં ફાઇનલ શિડ્યૂલના શૂટની તસવીર શેર કરતા લખ્યું- વર્ક મૉડ ઓન. રશિયા. શૂટ. તસવીરમાં ઇરફાને ઠંડીના કારણે ઘણીબધી જેકેટ પહેરેલી છે. તમામ ક્રૂ મેમ્બર્સે પણ ગરમ કપડાં પહેરેલા છે
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર પોતાનુ ટેલેન્ટ બતાવ્યા બા હવે ઇરફાન પઠાણ ફિલ્મોમાં પણ ધમાલ મચાવવા તૈયાર છે. રિપોર્ટ છે કે બહુ જલ્દી ઇરફાન પઠાણ એક ફિલ્મમાં દેખાશે. ઇરફાન પઠાણ તામિલ ફિલ્મ કોબરામાં એક્ટર ચિયાન વિક્રમની સાથે દેખાશે. હાલ ઇરફાન પઠાણે ફિલ્મનુ ફાઇનલ શૂટિંગ વિદેશમાં શરૂ કરી દીધુ છે. ઇરફાને સોશ્યલ મીડિયા પર પૉસ્ટ શેર કરીને ફિલ્મના શૂટિંગ વિશે માહિતી પણ આપી દીધી છે.
ઇરફાન પઠાણે રૉમમાં ફાઇનલ શિડ્યૂલના શૂટની તસવીર શેર કરતા લખ્યું- વર્ક મૉડ ઓન. રશિયા. શૂટ. તસવીરમાં ઇરફાને ઠંડીના કારણે ઘણીબધી જેકેટ પહેરેલી છે. તમામ ક્રૂ મેમ્બર્સે પણ ગરમ કપડાં પહેરેલા છે.
કોબરાનું ટીજર થઇ ચૂક્યુ છે રિલીઝ....
કોબરાને અજય ગનામુત્થુ ડાયરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મમાં ઇરફાન પઠાણ, તુર્કીના એક ઇન્ટરપૉલ અધિકારીની ભૂમિકા નિભાવી રહ્યો છે, અને વિક્રમ કોબરાની. ટીજરની શરૂઆત થાય છે એક ડાયલૉગથી, જે એ છે હર પ્રૉબ્લમનુ મેથેમેટિશિયન સૉલ્યૂશન હોય છે....
રિપોર્ટ છે કે ફિલ્મમાં વિક્રમના 20 લૂક્સ હશે, જે જીનિયસ મેથેમેટિશિયન છે. આ બન્ને સ્ટાર્સ ઉપરાંત ફિલ્મમાં કેએસ રવિકુમાર, શ્રીનિધિ શેટ્ટી લીડ રૉરમાં છે. શ્રીનિધિ શેટ્ટી ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે દેખાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
આરોગ્ય
મહિલા
Advertisement
gujarati.abplive.com
Opinion