Jasprit Bumrah Birthday: બાળપણમાં પિતા ગુમાવ્યા, જુતા ખરીદવાના પૈસા ન હતા, જાણો ‘યૉર્કર કિંગ’ બુમરાહને કેવો રહ્યો છે સંઘર્ષ
14 વર્ષની ઉંમરમાં તેને પોતાની માં ને તેને ક્રિકેટર બનવાની ઇચ્છા બતાવી હતી. બુમરાહેએ એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ કે તેની સિલેક્શન પ્રૉસેસ કોઇ ફિલ્મી કહાણીથી કમ નથી.
Happy Birthday Jasprit Bumrah: ભારતીય ટીમના ઘાતક બૉલર જસપ્રીત બુમરાહ આજે પોતાનો 28મો જન્મ દિવસ મનાવી રહ્યો છે, 6 ડિસેમ્બર, 1993ના દિવસે ગુજરાતના અમદાવાદમાં જન્મેલા આ સ્ટારને કોણ નથી ઓળખતુ. આજે ક્રિકેટની દુનિયામાં મહાન ક્રિકેટરોના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે જસપ્રીત બુમરાહ. તેની બૉલિંગની ચર્ચા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થઇ રહી છે. હાલમાં તે ઇજાના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. આજે જસપ્રીત બુમરાહ કરોડોની સંપતિનો માલિક છે પરંતુ એકસમયે તેની પાસે જુતા ખરીદવાના પણ પૈસા નહતા. જાણો તેની સંઘર્ષની કહાણી જાણીએ.....
પાંચ વર્ષની ઉંમરમાં પિતા ગુમાવ્યા, એક જ જુતા પહેરીને કરતો હતો પ્રેક્ટિસ -
જસપ્રીત બુમરાહને ક્રિકેટની દુનિયામાં યોર્કર કિંગ કહેવામાં આવે છે. તેની જીવન ખુબ સંઘર્ષભર્યુ રહ્યું છે. તે જ્યારે 5 વર્ષનો હતો તે સમયે તેના પિતાનુ નિધન થઇ ગયુ હતુ. બાદમાં તેની માંએ જસપ્રીત બુમરાહને પાળી પોષીનો મોટો કર્યો. બુમરાહની ગરીબી એવી હતી કે તે એકજ ટીશર્ટ અને એક જ જુતા પહેરીને પ્રેક્ટિસ કરતો હતો. તે રોજ એક ટીશર્ટ ધોઇને ફરીથી બીજા દિવસે પહેરી લેતો હતો.
ખાસ વાત છે કે, 14 વર્ષની ઉંમરમાં તેને પોતાની માં ને તેને ક્રિકેટર બનવાની ઇચ્છા બતાવી હતી. બુમરાહેએ એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ કે તેની સિલેક્શન પ્રૉસેસ કોઇ ફિલ્મી કહાણીથી કમ નથી. જ્યારે તેને એક દિવસે રમતો જોઇને તેને સિલેક્ટરે મોકો આપ્યો તો, તે પછી તેને ગુજરાતની ટીમ માટે રમ્યા બાદ આઇપીએલમાં પણ રમવાનો મોકો આપ્યો હતો. એક દિવસે બુમરાહની માં દલજીત બતાવે છે કે, તેને જ્યારે તેના દીકરા જસપ્રીત બુમરાહે રમતો ટીવી પર જોયો તો તે રડી પડી હતી. કેમ કે તે ગરીબીમાંથી આ સ્ટેજ પર આવ્યો હતો. તેની માં ખુશ થઇ ગઇ હતી.
આવી રહી જસપ્રીત બુમરાહની ક્રિકેટર કેરિયર -
જમણાં હાથના ફાસ્ટ બૉલર, જસપ્રીત બુમરાહે આજના જમાનાનો યોર્કર કિંગ કહેવામાં આવે છે, તેના સટીક યોર્કરથી મોટા મોટા બેટ્સમેનો છેતરાઇ જાય છે. જસપ્રીત બુમરાહના નામે અત્યારે સુધી 72 વનડે મેચોમાં 121, 30 ટેસ્ટોમાં 128 અને 60 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 70 વિકેટો નોંધાયેલી છે. 27 રન આપીને 6 વિકેટો તેનુ સર્વશ્રેષ્ઠ બૉલિંગ પ્રદર્શન છે.