Jofra Archer : ઈંગ્લેન્ડની ટીમને જોરદાર ફટકો, આ ખેલાડી એસિઝમાંથી Out
રોબ કીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છી કે જોફ્રા ઝડપથી સાજો થાય અને ટીમમાં પાછો ફરે. મને આશા છે કે, અમે જોફ્રાને ફરીથી તમામ ફોર્મેટમાં ઇંગ્લેન્ડની જર્સીમાં મેદાન પર જોઈશું...
Jofra Archer Ruled Out: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને જોરદાર ઝાટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડની ટીમને આગામી ઈંગ્લિશ સમર પહેલા જોફ્રા આર્ચરના રૂપમાં મોટો આંચકો લાગ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ટીમ વતી રમી રહેલા ઝડપી બોલર જોફ્રા આર્ચરને પહેલા આઈપીએલ 2023માંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે આર્ચર એશિઝ શ્રેણી 2023માંથી પણ બહાર થઈ ગયો છે. જોફ્રા ફરી એકવાર સ્ટ્રેસ ફ્રેક્ચરની સમસ્યાથી ઝઝૂમી રહી છે.
જોફ્રા આર્ચરની ઈજાને લઈને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વર્તમાન સમય જોફ્રા આર્ચર માટે મુશ્કેલીભર્યો અને નિરાશાજનક છે. જોફ્રા લાંબા સમયે ટીમમાં પરત ફર્યા બાદ તે સાજા થવા તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ કોણીની ઈજાએ ફરી એકવાર તેને થોડા સમય માટે ક્રિકેટમાંથી બહાર કરી દીધો છે.
રોબ કીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છી કે જોફ્રા ઝડપથી સાજો થાય અને ટીમમાં પાછો ફરે. મને આશા છે કે, અમે જોફ્રાને ફરીથી તમામ ફોર્મેટમાં ઇંગ્લેન્ડની જર્સીમાં મેદાન પર જોઈશું, ભલે તેમાં થોડો સમય લાગે. કોણીની ઈજાને કારણે આર્ચર આઈપીએલ અધવચ્ચે છોડીને ઘરે પરત ફર્યો હતો, કારણ કે તેને રમવામાં ઘણી તકલીફ થઈ રહી હતી.
જોફ્રા આર્ચર માર્ચ 2021 થી ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી
જોફ્રા આર્ચર લગભગ 2 વર્ષ સુધી સ્ટ્રેસ ફ્રેક્ચર સામે લડ્યા બાદ ડિસેમ્બર 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો હતો. જોફ્રા આર્ચર વારંવાર ઇજાઓને કારણે 2021 થી ઇંગ્લેન્ડ માટે એક પણ ટેસ્ટ મેચ રમ્યો નથી. જોફ્રા આર્ચરને હવે ઈંગ્લેન્ડ અને સસેક્સ ટીમના મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને આશા છે કે જોફ્રા આ વર્ષના અંતમાં ભારતમાં રમાનાર ODI વર્લ્ડ કપ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.
We know you'll be back stronger, Jof ❤️
— England Cricket (@englandcricket) May 16, 2023
💬 “We wish him the best of luck with his recovery. I’m sure we'll see Jofra back to his best and winning games for England."
🎙️ @RobKey612 pic.twitter.com/vL90D4TETA
IPL: મુંબઇની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ફટકો, આ સ્ટાર ક્રિકેટર અંત સમયે આઇપીએલમાંથી થઇ ગયો બહાર
આઇપીએલની 16મી સિઝનમાં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે મેચ રમાશે, આ મેચ પહેલા મુંબઇની ટીમ અને મુંબઇના ફેન્સ માટે માઠા સામાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બૉલર જોફ્રા આર્ચર આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. હવે જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડ પરત ફરી રહ્યો છે.
આજે મુંબઇ ઇન્ડિયન્સની ટક્કર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે થવાની છે, આજની મેચ મુંબઇના હૉમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ઠીક પહેલા મુંબઇને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના લીડ બૉલર જોફ્રા આર્ચર -Jofra Archer અચાનક IPL 2023ની આખી સિઝનમાંથી બહાર થઇ ગયો છે. હવે તે પોતાના રિહેબ પર ફૉકસ કરવા માટે ઇંગ્લેન્ડ પરત ફરી રહ્યો છે. મુંબઇની ટીમમાં તેની જગ્યાએ ઇંગ્લિશ ફાસ્ટ બૉલર ક્રિસ જૉર્ડન ટીમ સાથે જોડાઇ ગયો છે.