જોસ બટલરે ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ છોડવાની કરી જાહેરાત, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન બાદ લીધો નિર્ણય
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન જોસ બટલરે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે.

Jos Buttler stepped down as England white ball captain: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન જોસ બટલરે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. ટુર્નામેન્ટમાં ટીમની છેલ્લી મેચ (દક્ષિણ આફ્રિકા વિ. ઈંગ્લેન્ડ) પણ કેપ્ટન તરીકે જોસ બટલરની છેલ્લી ODI મેચ હશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ પણ નિરાશાજનક રહ્યો હતો. જોસ બટલરની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ ભારત સામેની વનડે શ્રેણી 0-3થી હારી ગયું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયા બાદ જોસ બટલર પર દબાણ વધી ગયું હતું. એવી અપેક્ષા હતી કે જોસ બટલર કદાચ સુકાની પદ છોડવાનો નિર્ણય લેશે. ટૂર્નામેન્ટની ઇંગ્લેન્ડની છેલ્લી મેચ પહેલા, બટલરે સત્તાવાર રીતે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય જાહેર કર્યો.
જોસ બટલરે શું કહ્યું ?
તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "હું ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની કેપ્ટન્સી છોડી રહ્યો છું. આ મારા અને ટીમ માટે યોગ્ય નિર્ણય છે. આશા છે કે અન્ય કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ સાથે આ ટીમને ત્યાં લ જશે જ્યાં તેન જવુ જોઈએ."
અફઘાનિસ્તાન સામે હારીને ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું હતું
જોસ બટલરની કેપ્ટનશીપ હેઠળની ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પાસેથી આવા ખરાબ પ્રદર્શનની અપેક્ષા નહોતી. ઓસ્ટ્રેલિયા સામે 351 રનનો જંગી સ્કોર બનાવવા છતાં ટીમનો 5 વિકેટથી પરાજય થયો હતો. બીજી મેચમાં તે મોટા અપસેટનો શિકાર બની હતી. અફઘાનિસ્તાને તેમને 8 રનથી હરાવ્યું હતું. આ હાર બાદ જ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ હતી.
અફઘાનિસ્તાને કર્યો હતો મોટો ઉલટફેર
અફઘાનિસ્તાનની ટીમે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટો ઉલટફેર કરતા ઇંગ્લેન્ડને 8 રનથી હરાવીને તમામને ચોંકાવી દિધા હતા. . આ સાથે જ, ઇંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માંથી બહાર થઈ ગઈ હતી. જ્યારે અફઘાનિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી. આ મેચમાં પહેલા રમતા અફઘાનિસ્તાનની ટીમે 325 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ઇબ્રાહિમ ઝાદરાને 177 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. જવાબમાં, જો રૂટે ઈંગ્લેન્ડ માટે શાનદાર સદી ફટકારી પરંતુ પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો.
IND vs NZ મેચમાં મોટા રેકોર્ડની નજીક મોહમ્મદ શમી, કુંબલેને છોડી શકે છે પાછળ




















