શોધખોળ કરો
Advertisement
કપિલદેવે ભારતીય ટીમના આ ગુજરાતી બૉલરને ગણાવ્યો પોતાનો પ્રિય અને ઘાતક, તેના વિશે શું વ્યક્ત કરી ચિંતા?
બુમરાહ બહુ પ્રભાવશાળી બૉલર છે. તેને પ્રદર્શનને જોઇને મને આનંદ થાય છે, પરંતુ સાથે કપિલે બુમરાહ માટે ચિંતા પણ વ્યક્ત કરી, કપિલે કહ્યું 26 વર્ષીય આ બૉલરને પોતાના શરીરનુ પણ ધ્યાન રાખવાની જરૂરી છે
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે તાજેતરમાંજ ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની પ્રસંશા કરી છે. જ્યારે કપિલ દેવને પુછવામાં આવ્યુ કે હાલન સમયનો બેસ્ટ બૉલર તરીકે તમે કોને માનો છો. આ સવાલનો જવાબ આપતા કપિલ દેવે જસપ્રીત બુમરાહનુ નામ આપ્યુ હતુ. તેમને કહ્યું કે, બુમરાહ બહુ પ્રભાવશાળી બૉલર છે. તેને પ્રદર્શનને જોઇને મને આનંદ થાય છે, પરંતુ સાથે કપિલે બુમરાહ માટે ચિંતા પણ વ્યક્ત કરી, કપિલે કહ્યું 26 વર્ષીય આ બૉલરને પોતાના શરીરનુ પણ ધ્યાન રાખવાની જરૂરી છે.
કપિલે એક મીડિયા સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, બુમરાહે ક્રિકેટની સાથે પોતાની હેલ્થ અને ફિટનેસ પર પણ ધ્યાન રાખવુ જરૂરી છે. કપિલે બુમરાહની આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર માઇકલ હોલ્ડિંગે અગાઉ જસપ્રીત બુમરાહની બૉલિંગ એક્શન અંગે સવાલો ઉઠાવ્યા હતા. હોલ્ડિંગનુ માનવુ હતુ કે બુમરાહનુ શરીર લાંબા સમય સુધી સાથ નહીં આપે, કેમકે તે નાના રનઅપમાં પેસ પેદા કરે છે. કપિલ દેવે પણ બુમરાહ માટે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે.
1986ના વર્લ્ડકપ વિનર કેપ્ટન કપિલ દેવે કહ્યું કે ચાર કે આઠ ઓવર ઠીક છે, જ્યારે તે 3, 4, 5 ટેસ્ટ મેચમા દિવસની 20 કે 25 ઓવર ફેંકે છે, ત્યારે આ મુશ્કેલી થશે. કેમકે તેને નાના રન અપમાં વધારે મહેનત કરવી પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement