શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિન્ડિઝના ફાસ્ટ બોલર કેમાર કોચે કહ્યું- બોલ ચમકાવ માટે લારની જગ્યાએ વેક્સના ઉપયોગની મંજૂરી મળે
રોચને આગળ કહ્યું કે, મારું માનવું છે કે, લારના પ્રતિબંધને કારણે ક્રિકેટમાં બેટ્સમેનોનો દબદબો વધી જશે.
ધ ઓવલઃ કોરોના વાયરસને કારણે વિતેલા ત્રણ મહિનાથી ઇન્ટરેશનલ ક્રિકેટ પર બ્રેક લાગી છે. જોકે, આગામી મહિનાથી આ ચેપની વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થશે. જોકે, આ જીવલેણ વાયરસને કારણે હવે આ રમતમાં ઘણાં ફેરફાર જોવા મળસે. આઈસીસીએ કોરોનાના પ્રકોપને જોતા બોલ પર લારના ઉપયોગ પર પ્રિતબંધ લગાવી દીધો છો. એવામાં અનેક ખેલાડીઓએ રમતમાં સંતુલન જાળવી રાખવા માટે લારની જગ્યાએ અન્ય પદાર્થના ઉપયોગની વાત કહી છે.
લારની જગ્યાએ વેક્સનો ઉપયોગ કરી શકાય છે - રોચ
આ જ ક્રમમાં રોચે પણ રમતમાં બેટ્સમેન અને બોલરોની વચ્ચે સંતુલન જાળવવા માટે અનેક પ્રકારના સૂચનો કર્યા છે. તેણે કહ્યું કે, મારા સૂચનોનો લાગુ કરવામાં કેટલીક મુશ્કેલી આવશે, પરંતુ રમતમાં સંતુલન માટે આ જરૂરી છે. હું બાળપણથી જ બોલ પર લારનો ઉપયોગ કરતો આવ્યો છું. પરંતુ હવે લારની જગ્યાએ વેક્સનો ઉપયોગ કરી શકાય છે.
રોચને આગળ કહ્યું કે, મારું માનવું છે કે, લારના પ્રતિબંધને કારણે ક્રિકેટમાં બેટ્સમેનોનો દબદબો વધી જશે. એવામાં બોલરો માટે કંઈ નહીં બચે. માટે રમતમાં સંતુલન જાળવી રાખવા માટે લારની જગ્યાએ કોઈ અન્ય પદાર્થના ઉપયોગ પર વિચાર કરી શકાય.
વિન્ડિઝ માટે 56 ટેસ્ટ રમી ચૂક્યો છે રોચ
નોંધનીય છે કે, ફાસ્ટ બોલર કેમાર રોચ વિન્ડિઝની ટેસ્ટ ટીમનો રેગ્યુલર ખેલાડી છે. આ ફોર્મેટમાં રોચે 193 વિકેટ લીધી છે. જ્યારે 56 આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં રોચના નામે 124 વિકેટ પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion