KL Rahul Athiya Shetty Wedding Pics: લગ્ન બાદ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની પ્રથમ તસવીર આવી સામે
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ આ કપલની પ્રથમ તસવીર સામે આવી છે.
![KL Rahul Athiya Shetty Wedding Pics: લગ્ન બાદ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની પ્રથમ તસવીર આવી સામે KL Rahul Athiya Shetty Wedding First Photos Out See Rahul Athiya Marriage Pictures KL Rahul Athiya Shetty Wedding Pics: લગ્ન બાદ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની પ્રથમ તસવીર આવી સામે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/23/857b7f06a508de034868db90515052c6167448493921478_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KL Rahul Athiya Shetty Wedding First Photo: એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ આ કપલની પ્રથમ તસવીર સામે આવી છે. આ કપલ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી.
ફોટોમાં તમે જોઈ શકો છો કે કેએલ રાહુલ આથિયાનો હાથ પકડી રહ્યો છે તો ક્યાંક તેના કપાળ પર ચુંબન કરી રહ્યો છે. ફોટા જોઈને સમજાય છે કે કપલ એક સાથે કેટલું ખુશ છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી. કેએલ રાહુલ અને બોલીવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્નની ખૂબ જ શાનદાર તસવીરો સામે આવી છે. તસવીરોમાં આ સ્ટાર કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
View this post on Instagramલગ્નમાં ઓછા લોકો આવ્યા હતા
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન એક ઇન્ટિમેટ ફંક્શન હતું. આમાં બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, લગ્નમાં કયા મહેમાનો આવ્યા છે તે અંગે કોઈ નક્કર માહિતી નથી. પરંતુ ઘણા ક્રિકેટરો લગ્ન સ્થળ પર જોવા મળ્યા હતા. વરુણ, ઈશાંત શર્મા જેવા ઘણા ખેલાડીઓ આમાં સામેલ છે.
દક્ષિણ ભારતીય શૈલીમાં ભોજન પીરસવામાં આવ્યું હતું
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં દક્ષિણ ભારતીય વાનગીઓ જોવા મળી હતી. અહેવાલો અનુસાર, આ દરમિયાન મહેમાનોને કેળાના પાંદડા પર ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજનમાં ઉત્તર તેમજ દક્ષિણ ભારતીય વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
કેએલ રાહુલ વરઘોડા સાથે પહોંચ્યા હતા
ETimes ના અહેવાલ મુજબ, KL રાહુલ તેની દુલ્હન આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવા માટે લગભગ 2.30 વાગ્યે એક વરઘોડા સાથે નીકળ્યો હતો. લગ્નમાં પરિવારના સભ્યો અને મિત્રોએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. અહેવાલો અનુસાર, ફેરાનો સમય 4.15 મિનિટનો હતો. બંનેએ સાત ફેરા લીધા અને એકબીજાના બની ગયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)