શોધખોળ કરો
Happy Birthday MS Dhoni: ધોનીના આ રેકોર્ડ તોડવા છે મુશ્કેલ, જાણો વિગતે
ધોનીના નામે સૌથી વધારે સ્ટંપિંગ કરવાનો પણ રેકોર્ડ છે. તેણે અત્યાર સુધીમાં 178 સ્ટંપિંગ્સ કર્યા છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની આજે તેનો 39મો બર્થ ડે ઉજવી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે 2004માં ડેબ્યૂ કર્યું હતું. વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર બાદ મેદાન પર જોવા મળ્યો નથી પરંતુ આજે પણ તેને ગ્રેટ ફિનિશર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2008 અને 2009માં ધોનીને ICC વન ડે પ્લેયરનો ખિતાબ મળી ચુક્યો છે. કેપ્ટન કૂલ ધોનીએ કયા રેકોર્ડ બનાવ્યા છે તે જોઈએ.
1. ધોનીના નામે આઈસીસીની ત્રણ ટ્રોફી જીતવાનો રેકોર્ડ બોલે છે. જેમાં 2007નો ટી-20 વર્લ્ડકપ, 2011નો વર્લ્ડકપ અને 2013ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી સામેલ છે. ધોની ટીમ ઈન્ડિયાને આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં ટોપ પર લઈ ગયો હતો.
2. ધોની ત્રીજો સૌથી સફળ વિકેટકિપર છે. તેણે 500 મેચમાં 780 ખેલાડીને પેવેલિયન મોકલ્યા છે. દક્ષિણ આફ્રિકાનો માર્ક બાઉચર પ્રથમ અને ઓસ્ટ્રેલિયાનો એડમ ગિલક્રિસ્ટ બીજા ક્રમે છે. તેમણે અનુક્રમે 998 અને 905 શિકાર કર્યા છે.
3. ધોનીના નામે સૌથી વધારે સ્ટંપિંગ કરવાનો પણ રેકોર્ડ છે. તેણે અત્યાર સુધીમાં 178 સ્ટંપિંગ્સ કર્યા છે.
4. ટી-20માં ધોની સૌથી સફળ વિકેટકિપર છે અને તેના નામે 82 શિકાર છે.
5. એમએસ ધોનીએ તેની પ્રથમ વન ડે અને ટેસ્ટ સદી પાકિસ્તાન સામે મારી હતી. તેણે 148 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
6. ધોનીએ વન ડે મુકાબલામાં અત્યાર સુધી કુલ 217 છગ્ગા માર્યા છે. ધોની આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. કેપ્ટન તરીકે પણ ધોનીએ સૌથી વધારે સિક્સર ફટકારી છે.
7. ધોનીના નામે એક અનોખો રેકોર્ડ પણ છે. તેણે 1000 રન અડધી સદી ફટકાર્યા વગર બનાવ્યા છે.
8. સાતમા ક્રમે બેટિંગ કરીને ધોનીએ સૌથી વધારે સદી મારી છે. આ ક્રમ પર બેટિંગ કરતાં ધોનીએ કુલ બે સદી મારી છે.
9. ધોનીએ કુલ 9 વખત બોલિંગ કરી છે અને પ્રથમ વિકેટ 2009માં વેસ્ટ ઈન્ડિઝ સામે મળી હતી.
10. એફ્રો એશિયન કપમાં મહેલા જયવર્ધનેની સાથે 218 રનની પાર્ટનરશિપ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. જે એક વર્લ્ડરેકોર્ડ છે.
11. સતત બે વખત આઈસીસી વન ડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતનારો પ્રથમ ખેલાડી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
