MI vs KKR: પ્રથમ દાવમાં પુરી 20 ઓવર પણ ન રમી શકી કોલકાતા,બુમરાહ-તુષારાનો તરખાટ
MI vs KKR: મુંબઈના વાનખેડે ખાતે પ્રથમ બેટિંગ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 19.5 ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જસપ્રિત બુમરાહ અને નુવાન તુષારાએ 3-3 વિકેટ લીધી હતી.
MI vs KKR: મુંબઈના વાનખેડે ખાતે પ્રથમ બેટિંગ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 19.5 ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જસપ્રિત બુમરાહ અને નુવાન તુષારાએ 3-3 વિકેટ લીધી હતી. જ્યારે કેકેઆર માટે વેંકટેશ અય્યરે સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. તેની 52 બોલની ઇનિંગમાં તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય મનીષ પાંડેએ 42 રનની ઇનિંગ રમી હતી.
Innings Break!#KKR set a 🎯 of 1️⃣7️⃣0️⃣ with a crucial partnership between Venkatesh Iyer & Manish Pandey 🎯
— IndianPremierLeague (@IPL) May 3, 2024
Will it be defended or can #MI register a win at home? 🤔
Scorecard ▶️ https://t.co/iWTqcAsT0O#TATAIPL | #MIvKKR pic.twitter.com/rSbZ9eSMTC
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી કોલકાતા નાઈટ રાઈડર્સે 169 રન બનાવ્યા છે. KKR તરફથી સૌથી વધુ રન વેંકટેશ અય્યરે બનાવ્યા હતા, જેમણે 52 બોલમાં 70 રન બનાવ્યા હતા, જેમાં તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. મનીષ પાંડેએ IPL 2024માં પોતાની પ્રથમ મેચ રમી હતી, જેમાં તેણે 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. કોલકાતાની શરૂઆત જરા પણ સારી રહી ન હતી કારણ કે KKRની અડધી ટીમ 57 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. અહીંથી વેંકટેશ અય્યર અને મનીષ પાંડે વચ્ચે 83 રનની ભાગીદારીએ ટીમને કટોકટીની પરિસ્થિતિમાંથી બચાવી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સે પાવરપ્લે ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા. ટીમનો રન-રેટ સારો ચાલી રહ્યો હતો, પરંતુ રિંકુ સિંહ પણ 7મી ઓવરના પહેલા જ બોલ પર 9 રન બનાવીને આઉટ થયો હતો. મધ્ય ઓવરોમાં વેંકટેશ ઐયર અને મનીષ પાંડેની શાનદાર ભાગીદારીએ ટીમનો સ્કોર 15 ઓવરમાં 5 વિકેટે 128 રન સુધી પહોંચાડ્યો હતો. આ દરમિયાન મનીષ પાંડે 17મી ઓવરમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી, વિકેટનુંએટલું પતન શરૂ થયું કે આગામી 15 રનની અંદર KKRએ આગલી 4 વિકેટ ગુમાવી દીધી. આ કારણે 18મી ઓવર બાદ ટીમનો સ્કોર 9 વિકેટે 155 રન હતો. વેંકટેશ અય્યર હજુ પણ ક્રિઝ પર હતો, પરંતુ છેલ્લી ઓવરમાં જસપ્રીત બુમરાહે તેને 70 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 170 રન બનાવવા પડશે.
કોલકાતાની પ્લેઈંગ ઈલેવન
ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નરેન, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી.
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન
ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાઢેરા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, નુવાન તુશારા.