શોધખોળ કરો
Advertisement
આઇપીએલ રમીને પરત આવી રહેલા કૃણાલ પંડ્યા પાસેથી શું મળ્યુ કે મુંબઇ એરપોર્ટ પર તેની અટકાયત કરાઇ, જાણો વિગતે
કૃણાલ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 10 નવેમ્બરે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ગુરુવારે ટીમના ખેલાડીઓ યૂએઈથી ભારત પરત ફર્યા છે
મુંબઈ: આઇપીએલની 13ની સિઝન યુએઇમાં રમાઇ, મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ફરી એકવાર ચેમ્પિયન બની ગઇ છે. પરંતુ આ ચેમ્પિયન ટીમનો એક ખેલાડી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. ખરેખરમાં આઇપીએલ રમીને દુબઇથી ભારત પરત ફરી રહેલા ગુજરાતી ક્રિકેટર કૃણાલ પંડ્યાની મુંબઇ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. કૃણાલ પંડ્યાને મુંબઈ એરપોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા રોકવામાં આવ્યો. કૃણાલ પંડ્યા પાસે નડિસ્ક્લોસ્ડ ગોલ્ડ અને કેટલીક કિંમતી વસ્તુઓ મળી આવી છે. જેને લઈ કસ્ટમના અધિકારી તેમની પૂછપરછ કરી રહ્યાં છે.
કૃણાલ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 10 નવેમ્બરે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ગુરુવારે ટીમના ખેલાડીઓ યૂએઈથી ભારત પરત ફર્યા છે.
આઇપીએલ પુરી થયા બાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સિલેક્ટ થયેલા 25 ખેલાડીઓ દુબઇથી સિડની માટે રવાના થઇ ગયા હતા, બાકી બચેલા ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા હતા. હાર્દિક પંડ્યાનો મોટો ભાઇ કૃણાલ પણ અન્ય ખેલાડીઓ સાથે ભારત પરત ફર્યો હતો. ડીઆરઆઇ સુત્રોએ આની જાણકારી આપી કે કૃણાલ પંડ્યાને મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement