LSG vs MI Match Highlights: લખનૌને હરાવીને બીજા ક્વોલિફાયરમાં પહોંચ્યું મુંબઈ,આકાશ માધવાલની ઘાતક બોલિંગ
IPL 2023 Eliminator LSG vs MI: મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2023ની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. લખનૌની ટીમ હાર સાથે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે.
IPL 2023 Eliminator LSG vs MI: મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2023ની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી લીધી છે. લખનૌની ટીમ હાર સાથે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આકાશ માધવાલે શાનદાર બોલિંગ કરી હતી.
How about that for an #Eliminator Performance!
— IndianPremierLeague (@IPL) May 24, 2023
The Mumbai Indians put on an incredible bowling display 👏🏻👏🏻#TATAIPL | #LSGvMI pic.twitter.com/rQpCgcEjnU
લખનૌ સુપર જાયન્ટ્સની ઈનિંગ્સ પત્તાની જેમ વેરવિખેર થઈ ગઈ
માર્કસ સ્ટોઇનિસે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ઓપનર કાયલ મેયર્સ 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. પ્રેરક માંકડ 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 8 રન બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોની એક રન બનાવી આગળ ગયો હતો. નિક્લસ ખાતું પણ ખોલી શક્યો ન હતો. દીપક હુડ્ડાએ 13 બોલમાં 15 રન બનાવ્યા હતા. કૃષ્ણપ્પા ગૌતમ 2 રન બનાવીને આઉટ થયો હતો.
Look who's off to 📍Ahmedabad to meet the Gujarat Titans 😉
— IndianPremierLeague (@IPL) May 24, 2023
Congratulations to the 𝗠𝗨𝗠𝗕𝗔𝗜 𝗜𝗡𝗗𝗜𝗔𝗡𝗦 who make it to #Qualifier2 🥳#TATAIPL | #Eliminator | #LSGvMI | @mipaltan pic.twitter.com/9c1QobgnhU
મુંબઈ માટે ગ્રીન-વાઢેરાએ શાનદાર ઇનિંગ્સ રમી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેમરૂન ગ્રીને 41 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. તેણે 23 બોલમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. નેહલ બઢેરાએ 12 બોલમાં 23 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 33 રન બનાવ્યા હતા. સૂર્યાએ પણ બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતો. તિલક વર્માએ 26 રન અને ટિમ ડેવિડે 11 રન બનાવ્યા હતા. ઓપનર ઈશાન કિશન 15 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા માત્ર 11 રન બનાવી શક્યો હતો.
લખનૌ માટે યશ-નવીને શાનદાર બોલિંગ કરી
લખનૌ તરફથી યશ ઠાકુરે 4 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ લીધી હતી. નવીન-ઉલ-હકે 4 ઓવરમાં 38 રન આપીને 4 વિકેટ લીધી હતી. મોહસીન ખાને 3 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા અને ગૌતમને એક પણ વિકેટ મળી ન હતી.