LSG vs RR IPL 2023: લખનૌએ રાજસ્થાનના મોઢામાંથી જીતનો કોળીયો છીનવી લીધો, રોમાંચક મેચમાં બોલરોએ અપાવી જીત
LSG vs RR Match Highlights: IPLની 16મી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે રાજસ્થાન રોયલ્સ સામેની રોમાંચક મેચમાં 10 રને જીત મેળવીને આ સિઝનમાં ચોથી જીત નોંધાવી હતી.
LSG vs RR Match Highlights: IPLની 16મી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે રાજસ્થાન રોયલ્સ સામેની રોમાંચક મેચમાં 10 રને જીત મેળવીને આ સિઝનમાં ચોથી જીત નોંધાવી હતી. આ મેચમાં રાજસ્થાનની ટીમને 155 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેમાં ટીમે 11 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 81 રન બનાવ્યા હતા. અહીંથી લખનૌની ટીમે વાપસી કરી અને ઝડપી વિકેટ મેળવી રાજસ્થાનને રોમાંચક રીતે હરાવ્યું. રાજસ્થાનની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર 8 રન જ બનાવી શકી હતી.
Match 26. Lucknow Super Giants Won by 10 Run(s) https://t.co/vqw8WrjNEb #TATAIPL #RRvLSG #IPL2023
— IndianPremierLeague (@IPL) April 19, 2023
એક સમયે એવું લાગી રહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સ ટીમ આ મેચ સરળતાથી જીતી જશે. રાજસ્થાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 87 રન બનાવ્યા હતા, પરંતુ પછી નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને મેચમાં પાછળ પડતું રહ્યું. રાજસ્થાનની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર 8 રન જ બનાવી શકી હતી. આ પછી, બંનેએ સાથે મળીને રન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી અને 10 ઓવરના અંતે, તેઓએ કોઈપણ નુકસાન વિના સ્કોર 73 રન સુધી પહોંચાડવાનું કામ કર્યું.
યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે રાજસ્થાનને શાનદાર શરૂઆત અપાવી હતી
155 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમના બે સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સ માટે ઇનિંગની શરૂઆત કરવા મેદાનમાં આવ્યા હતા. બંનેએ આ સિઝનમાં ફરી એકવાર ટીમને શાનદાર શરૂઆત અપાવી અને પ્રથમ 6 ઓવરમાં સ્કોરને 47 રન સુધી પહોંચાડ્યો.
આ મેચમાં લખનૌની ટીમે રાજસ્થાનની ટીમને પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં ઇનિંગ્સની 12મી ઓવરમાં 87ના સ્કોર પર આપ્યો હતો. જયસ્વાલ 35 બોલમાં 44 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી રાજસ્થાનની ટીમને 93 રનના સ્કોર પર બીજો ફટકો કેપ્ટન સંજુ સેમસનના રૂપમાં લાગ્યો હતો, જે માત્ર 2 રનની ઇનિંગ રમીને રનઆઉટ થયો હતો.
97ના સ્કોર પર રાજસ્થાન રોયલ્સ ટીમને ત્રીજો મોટો ફટકો જોસ બટલરના રૂપમાં લાગ્યો હતો, જે 41 બોલમાં 40 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી મેચમાં સંપૂર્ણ વાપસી કરતા લખનૌની ટીમે રાજસ્થાનની ટીમને 104ના સ્કોર પર શિમરોન હેટમાયરના રૂપમાં ચોથો ઝટકો આપ્યો હતો, જે 2 રન બનાવીને અવેશ ખાનના બોલ પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. રાજસ્થાન રોયલ્સની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. લેગ સ્પિનર એડમ ઝમ્પા આજે રમ્યો નહોતો.
કેએલ રાહુલ(C), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન(WK), આયુષ બદોની, નવીન-ઉલ-હક, અવેશ ખાન, યુદ્ધવીર સિંહ ચરક, રવિ બિશ્નોઈ
સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, જોસ બટલર, ધ્રુવ જુરેલ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, જેસન હોલ્ડર.