SL vs NZ: વર્લ્ડ કપ ઈતિહાસના 48 વર્ષમાં જે નથી થયુ તે મહીશ તીક્ષ્ણાએ કરી બતાવ્યું, રચ્યો ઈતિહાસ
ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાના ખેલાડી મહિષ તિક્ષ્ણાએ 91 બોલમાં 38 રન બનાવીને અણનમ પરત ફર્યા હતો. તેમજ મહિષ તિક્ષ્ણાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
Maheesh Theekshana Record: ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાના ખેલાડી મહિષ તિક્ષ્ણાએ 91 બોલમાં 38 રન બનાવીને અણનમ પરત ફર્યા હતો. તેમજ મહિષ તિક્ષ્ણાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાસ્તવમાં, વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે 9મા નંબરથી લઈને 11મા નંબરના કોઈ બેટ્સમેને 91 બોલનો સામનો કર્યો હોય. આ રીતે મહિષ તિક્ષ્ણા વિશ્વ કપના ઇતિહાસમાં 91 બોલનો સામનો કરનાર પ્રથમ નંબર નવ બેટ્સમેન બની ગયો છે.
મહિષ તિક્ષ્ણાએ પોતાનું નામ બનાવ્યું...
મહિષ તિક્ષ્ણાએ છેલ્લી વિકેટ માટે દિલશાન મધુશંકા સાથે 43 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. જેના કારણે શ્રીલંકાની ટીમ 171 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. વાસ્તવમાં, શ્રીલંકાના બેટ્સમેનો સતત આઉટ થતા રહ્યા હતા. પરંતુ મહિષ તિક્ષ્ણાએ એક છેડથી વિકેટ સાચવી રાખી હતી.
MAHEESH THEEKSHANA CREATED HISTORY...!!!!
— CricketMAN2 (@ImTanujSingh) November 9, 2023
He played most balls by in an innings by a No.9 to 11 batters in the 48 years World Cup history - 91 balls. pic.twitter.com/k61a1cNA3X
શ્રીલંકાની ઈનિંગ્સ 171 રન પર સમેટાઈ ગઈ હતી
જો આપણે આ મેચની વાત કરીએ તો ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 46.4 ઓવરમાં 171 રન સુધી મર્યાદિત થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી ઓપનર કુસલ મેન્ડિસે 28 બોલમાં સૌથી વધુ 51 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય મહિષ તિક્ષિણા 91 બોલમાં 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ન્યુઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ડે સૌથી વધુ 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય લોકી ફર્ગ્યુસન, મિશેલ સેન્ટનર અને રચિન રવિન્દ્રને 2-2 સફળતા મળી છે. ટિમ સાઉથીએ પથુમ નિશંકાને આઉટ કર્યો હતો.
ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. યજમાન ભારત નંબર વન, આફ્રિકા બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે ક્વોલિફાય થયું છે. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચોથા સ્થાન માટે લડાઈ ચાલી રહી છે. ઈંગ્લેન્ડ 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાને, બાંગ્લાદેશ 4 પોઈન્ટ સાથે આઠમા સ્થાને, શ્રીલંકા 4 પોઈન્ટ સાથે નવમા અને નેધરલેન્ડ 4 પોઈન્ટ સાથે દસમા સ્થાને છે. અત્યાર સુધીમાં કુલ 4 ટીમો સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. હજુ બે ટીમો બહાર થવાની બાકી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial