શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટરની અશ્લીલ વાતઃ બેન તેની વાઈફને 14 દિવસ મારી પાસે મોકલે તો હું તેને....
તેણે સ્ટોક્સની વાઇફ માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન શેન વોર્ને રિએક્ટ કર્યું અને સેમ્યુઅલ્સને આવા વ્યવહાર માટે ફટકાર લગાવી.
![વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટરની અશ્લીલ વાતઃ બેન તેની વાઈફને 14 દિવસ મારી પાસે મોકલે તો હું તેને.... Marlon Samuels personally abuses Ben Stokes after quarantine joke વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટરની અશ્લીલ વાતઃ બેન તેની વાઈફને 14 દિવસ મારી પાસે મોકલે તો હું તેને....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/29130242/ben-stoke.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સિડનીઃ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર માર્લન સેમ્યુઅલ્સ વચ્ચે થયેલા કમેંટ વિવાદને લઇ ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્ને ફટકાર લગાવી છે. સેમ્યુઅલ્સે કમેંટમાં સ્ટોક્સને ભયાનક ગણાવ્યો છ. સ્ટોક્સ હાલ આઇપીએલમાં રમી રહ્યો છે. આઈપીએલમાં મેદાનમાં ઉતરતાં પહેલા તેણે થોડા દિવસો સુધી ક્વોરન્ટાઇન રહેવું પડ્યું હતું. સ્ટોક્સે તેનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સ્ટોક્સે તેના અનુભવમાં માર્લન સેમ્યુઅલ્સ પણ વ્યંગ કર્યો હતો. જેને લઈ કેરેબિયન ક્રિકેટર ભડક્યો હતો. વિન્ડિઝના ખેલાડીએ સ્ટોક્સ પર વ્યંગ કરવાની સાથે કેટલાક અપશબ્દોનો પ્રયોગ કર્યો અને ઈન્સ્ટા સ્ટોરી પર તસવીર શેર કરી હતી.
સેમ્યુઅલ્સ એટલો ભડક્યો હતો કે તેણે સ્ટોક્સની વાઇફ માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન શેન વોર્ને રિએક્ટ કર્યું અને સેમ્યુઅલ્સને આવા વ્યવહાર માટે ફટકાર લગાવી. વોર્ને ટ્વિટ કરીને લખ્યું, આ ખૂબ જ દુખદ પરિસ્થિતિ છે. કારણકે તેને દેખીતી રીતે ગંભીર સહાયની જરૂર છે, પણ તેના કોઈ મિત્ર નથી અને તેમના જેવા ભૂતપૂર્વ સાથી પણ નથી. ફક્ત એટલા માટે કે તમે સામાન્ય ક્રિકેટર હતા. સામાન્ય વ્યક્તિ બનવાની જરૂર નથી.
માઇકલ વોને કહ્યું, રમતમાંથી આપણે જાતિવાદને ખતમ કરવા ઈચ્છીએ છીએ।. સ્ટોક્સની આ મજાકને આગળ નહોતી વધારવી. સેમ્યુઅલ્સની આ કમેંટે સમગ્ર ક્રિકેટ જગતને હેરાન કરી દીધું છે. તેના આ પ્રકારના વ્યવહારથી ફેન્સ અને ક્રિકેટ પંડિતો ઘણા હેરાન છે.
સ્ટોક્સે તેની ઇન્સ્ટા સ્ટોરી પર કેટલીક તસવીર શેર કરી હતી. જેમાં તેમાં અને સેમ્યુઅલ્સ વચ્ચે મતભેદ જોવા મળતા હતા. સ્ટોક્સે ઈન્સ્ટા સ્ટોરી પર ક્વોરન્ટાઈનનો અનુભવ શેર કર્યો હતો અને લખ્યું કે, ક્વોરન્ટાઈનમાં રહેવું કેટલું તકલીફદાયક છે. આ અનુભવ હું મારા સૌથી જૂના દુશ્મનને પણ નહીં કહું. આ સ્થિતિમાં સ્ટોક્સના ભાઈએ તેને પૂછ્યું કે શું તું માર્લન સેમ્યુઅલ્સની સાથે આવું નહીં થવા દે જેના પર સ્ટોક્સે જવાબ આપતાં લખ્યું કે, ના બિલકુલ નહી, આ ખૂબ ખરાબ છે. આ વાતને લઇ સેમ્યુઅલ્સ ભડક્યો અને ગુસ્સામાં તેણે ન લખવાનું લખી નાંખ્યું હતું.
સેમ્યુઅલ્સ અને સ્ટોક્સ વચ્ચે મતભેદની શરૂઆત 2015થી થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion