MI vs RCB Live Score: મુંબઈ ઈન્ડિયન્સે બેંગ્લોરને 6 વિકેટથી આપી હાર, સૂર્યકુમારની તોફાની ઈનિંગ
આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે મુકાબલો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Background
Mumbai Indians vs Royal Challengers Bangalore: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે મુકાબલો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
જો આપણે બંને ટીમો વચ્ચે હેડ ટુ હેડની વાત કરીએ તો મુંબઈનો હાથ ઉપર છે. IPLમાં મુંબઈ અને બેંગ્લોર 33 વખત ટકરાયા છે, જેમાં મુંબઈએ 19 વખત જીત મેળવી છે. આ સાથે જ હોમ ગ્રાઉન્ડ વાનખેડે પર મુંબઈનો રેકોર્ડ પણ શાનદાર છે. આ મેચમાં બંને ટીમો 9 વખત સામસામે આવી ચૂકી છે, જેમાંથી મુંબઈએ 6 અને RCBએ 3માં જીત મેળવી છે. બેંગ્લોરે છેલ્લે વર્ષ 2015માં મુંબઈને તેમના હોમગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. એટલે કે છેલ્લા 8 વર્ષથી RCB વાનખેડેમાં જીતની શોધમાં છે.
મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવીને આઈપીએલ 2023માં છઠ્ઠી જીત નોંધાવી છે. આ મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 199 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 16.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા અને મેચ છ વિકેટે જીતી લીધી. સૂર્યકુમારને શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. નેહલ વાઢેરાએ પણ શાનદાર ઈનિંગ રમી અડધી સદી ફટકારી હતી.
મુંબઈની બીજી વિકેટ પડી
મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ 52 રનના સ્કોર પર પડી હતી. વનિન્દુ હસરંગાએ એક જ ઓવરમાં ઈશાન કિશન અને રોહિત શર્માને આઉટ કર્યા હતા. રોહિતે આઠ બોલમાં સાત રન બનાવ્યા હતા.




















