શોધખોળ કરો
Advertisement
ઇંગ્લેન્ડના આ બે દિગ્ગજો જોફ્રા આર્ચર પર ગુસ્સે ભરાયા ને લાઇવ કૉમેન્ટ્રીમાં કહી દીધો 'ગાંડો', જાણો કેમ?
પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા 25 વર્ષીય ઇંગ્લેન્ડના બૉલરને બીજી મેચમાં ડ્રૉપ કરવામાં આવ્યો છે. જોકે, આ બધાની વચ્ચે તેને પૂર્વ ઇંગ્લિશ દિગ્ગજ ક્રિકેટરોનો રોષનો ભોગ પણ બનવુ પડ્યુ છે
નવી દિલ્હીઃ માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા 25 વર્ષીય ઇંગ્લેન્ડના બૉલરને બીજી મેચમાં ડ્રૉપ કરવામાં આવ્યો છે. જોકે, આ બધાની વચ્ચે તેને પૂર્વ ઇંગ્લિશ દિગ્ગજ ક્રિકેટરોનો રોષનો ભોગ પણ બનવુ પડ્યુ છે.
ખરેખરમાં, જોફ્રા આર્ચર ક્વૉરન્ટાઇન નિયમ તોડીને પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. જેના કારણે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેને ટીમમાથી બહાર કરી દીધો છે. આની સાથે જ બોર્ડે આર્ચરને પાંચ દિવસ સુધી સેલ્ફ આઇસૉલેશનમાં રહેવા માટે કહ્યું છે. આર્ચરની આ ભૂલ પર કેટલાય ક્રિકેટરો ભડક્યા છે ને ગુસ્સે ભરાયા છે. પૂર્વ કેપ્ટન માઇક આથર્ટન અને નાસિર હૂસેને આર્ચરને આ ભૂલનો ઠપકો આપ્યો અને આ બન્ને દિગ્ગજોએ માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન લાઇવ કૉમેન્ટ્રીમાં આર્ચરને ગાંડો પણ કહ્યો હતો.
આર્ચરની આ ભૂલને લઇને વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન માઇકલ હૉલ્ડિંગે પણ ઠપકો આપ્યો છે. સામાન્ય રીત હોલ્ડિંગ ક્યારેય ગુસ્સે થતા નથી. તેમને કહ્યું આર્ચરે નેલ્સન મંડેલાથી કંઇક સીખ લેવી જોઇએ.
આની સાથે હોલ્ડિંગે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ તરફથી કોરોના વાયરસને લઇને બનાવવામાં આવેલા પ્રૉટોકૉલ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમને કહ્યું આ નિયમો વધુ કડક અને સારા બનાવવા જોઇએ.
જોકે, આર્ચરે પોતાની ભૂલની માફી માગી દીધી હતી, હવે હાલ જોફ્રા આર્ચર સેલ્ફ આઇસૉલેશનમાં પાંચ દિવસ વિતાવી રહ્યો છે. જેમાં તેને બે વાર કૉવિડ-19 ટેસ્ટ થશે. પછીથી ટીમમાં પાછો સામેલ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion